કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને સકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરી શુભકામનાઓ પાઠવી
કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને સકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરી શુભકામનાઓ પાઠવી

કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજ રોજ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને સકારાત્મક અભિગમ તથા પુરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરી શુભકામનાઓ પાઠવી હતી.ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આ પ્રસંગે કે.જી.ચૌહાણ કન્યા વિદ્યાલય જૂનાગઢ ખાતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કે.જીચૌહાણ કન્યા વિદ્યાલય જૂનાગઢ ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી, ગુલાબનું ફૂલ આપી ને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાય અને શાળા પરિવાર દ્રારા પણ વિધાર્થીઓને આવકારવામાં આવ્યા હતા.જૂનાગઢ જિલ્લામાં ધો.૧૦ બોર્ડની પરીક્ષા કુલ ૨૩ કેન્દ્રો ખાતે યોજવામાં આવી છે. જિલ્લામાં ધો.૧૦માં ૯૧ બિલ્ડીંગો ૮૦૭ બ્લોકમાં કુલ ૨૪૭૭૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો.૧૨માં ૧૫ સ્થળો પર ૫૮ બિલ્ડીંગો અને ૫૨૩ બ્લોકમાં ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહના અને વિજ્ઞાન પ્રવાહના ૧૪૫૨૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહયા છે. આમ કુલ ૩૮ પરીક્ષા કેન્દ્રો પર કુલ ૧૪૯ બિલ્ડીંગો,૧૩૩૦ બ્લોકમાં ૩૯,૨૯૬ વિધાર્થીઓ પરીક્ષા આપી રહયા છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






