AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે ને ‘ભારત રત્ન’આપવાની માંગ સાથે માળી સમાજનું કલેક્ટર આવેદન ..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને મરણોપરાંત દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ થી નવાજવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, ફૂલે દંપતીએ પોતાનું સમગ્ર જીવન પછાત, દબાયેલા અને શોષિત વર્ગના ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું. તેમણે સમાજમાં શિક્ષણ અને સમાનતાનો દીપ પ્રગટાવી મહિલાઓ અને વંચિતોને મુખ્ય ધારામાં લાવવા ઐતિહાસિક યોગદાન આપ્યું છે. વિશેષ કરીને, મહાત્મા ફૂલેએ સ્ત્રી શિક્ષણનો પ્રારંભ કર્યો અને સાવિત્રીબાઈ ફૂલે દેશના પ્રથમ મહિલા શિક્ષિકા બનીને સમાજને નવી દિશા ચીંધી હતી. તેમણે મહિલાઓ માટે પ્રથમ શાળા, બાળહત્યા નિવારણ ગૃહ અને મજૂરો માટે રાત્રિ શાળાઓ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજ સુધારણાનું ભગીરથ કાર્ય કર્યું હતું.આ પ્રસંગે સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટના પ્રતિનિધિઓ રાજેન્દ્ર સોનવણે, રાજેન્દ્ર મહાજન, દિપક મહાજન, હિરામણ મહાજન, ધનંજય મહાજન, સાગર મહાજન, પ્રગ્નેશ માળી અને સંજય માળી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. માળી સમાજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો ભારત સરકાર દ્વારા ફૂલે દંપતીને ‘ભારત રત્ન’ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવશે, તો તે દેશના શોષિત અને પછાત વર્ગ માટે સાચા અર્થમાં ન્યાય સમાન રહેશે.

Back to top button
error: Content is protected !!