DAHODGUJARAT

દાહોદ જિલ્લાને ગેઇલ કંપની તરફથી મળેલ એમ્બયુલન્સ ને લીલી ઝંડી આપી શરૂઆત કરાવતા કલેકટર યોગેશ નિરગુડે

તા.૧૦.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લાને ગેઇલ કંપની તરફથી મળેલ એમ્બયુલન્સ ને લીલી ઝંડી આપી શરૂઆત કરાવતા કલેકટર યોગેશ નિરગુડે

દાહોદ જિલ્લાને ગેઇલ કંપની તરફથી મળેલ એમ્બયુલન્સને કલેકટર યોગેશ નિરગુડે દ્વારા લીલી ઝંડી આપીને શરૂઆત કરવામાં આવી હતી.આ એમ્બ્યુલન્સ દાહોદ જિલ્લાના ફાળવેલ રોજના ૩ ગામોમાં જઈને સેવા આપશે. એમ્બયુલન્સ ની અંદર કોઈપણ દર્દી ને પ્રાથમિક સારવાર આપી શકાય એ માટેની સુવિધાઓ અવેલેબલ હશે. જેમાં એસી સહિત જરૂરી સાધન સામગ્રી પણ ઉપલબ્ધ હશે. આ એમ્બયુલન્સનો ઉપયોગ દાહોદ જિલ્લાના નાગરિકો આરોગ્ય ને લગતી ઇમરજન્સી સેવા માટે કરી શકશે. જેમાં નક્કી કરેલ આરોગ્ય ટીમ – નર્સ પણ હશે જેથી કરીને જે-તે દર્દીને હોસ્પિટલ લઇ જવા થી લઈને પ્રાથમિક સારવાર પણ મળી શકશે.આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, દાહોદ પ્રાંત અધિકારી મિલિન્દ દવે, ગેઇલ કંપનીના અધિકારીઓ , એમ્બ્યુલન્સની ટીમ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!