કડાણા તાલુકામાં ખોટા દાખલા ઇસ્યુ કરનાર નાયબ મામલતદાર સામે ગુનો નોંધવાનો હુકમ કરતા કલેક્ટર…
કડાણા તાલુકામાં ખોટા દાખલા ઇસ્યુ કરનાર નાયબ મામલતદાર સામે ગુનો નોંધવાનો હુકમ કરતા કલેક્ટર…
પ્રાપ્ત થતી વિગતો અનુસાર કડાણા તાલુકાના જેતે સમય નાં નાયબ મામલતદાર જયેશભાઇ જીવણભાઈ પંડ્યા મુળ રહે.તેજાનંદ સોસાયટી.કલોલ.ના ઓ એ તેઓ પાસે મામલતદાર કડાણા નો ઓફીસીયલી ચાજૅ નહીં હોવા છતાં ને આદિવાસી નાં દાખલા આપવાની તેમની સત્તા કે અધિકાર નહીં હોવા છતાં પણ આ જયેશ પંડ્યા એ માત્ર અડદા દિવસ માં જ કડાણા તાલુકામાં ત્રણસો સત્તાવન આદિવાસી નાં દાખલા ઇસ્યુ કરી દેતાં હડકંપ મચી ગયો હતો.
અમીન કોઠારી મહીસાગર
આ ગંભીર બનાવમાં જેતે સમય નાં કલેકટર દ્વારા તપાસ નાં આદેશ આપતા નાયબ કલેકટર દ્વારા તપાસ હાથ ધરી ને તપાસ એહવાલ કલેકટર ને સુપ્રત કરવામાં આવેલ.ને ખોટી રીતે આદિવાસી નાં દાખલા ઇસ્યુ કરનાર જેતે સમય નાં કડાણા નાયબ મામલતદાર જયેશ પંડ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરવા હુકમ કરવામાં આવતાં મામલતદાર દ્વારા કડાણા પોલીસ મથકે ફરીયાદ આપતાં પોલીસે જયેશ પંડ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ને આરોપી ની શોધખોળ હાથ ધરી હતી પરંતુ આ આરોપી નાસતો ફરતો હોય પોલીસ પકડ થી દુર હોઈ કડાણા પો.ઈ.એચ.બી.ગામેતી ને સ્ટાફ દ્વારા ટેકનીકલ સવેલનસ તથાં મોબાઈલ લોકેશન આધારે આરોપી જયેશ પંડ્યા ને પકડી પાડી ને ગુના નાં કામે અટક કરી ને આરોપી નાં પોલીસ રિમાન્ડ મેળવવા ની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે નાયબ મામલતદાર જયેશ પંડ્યા એ જે આદિવાસી નાં દાખલા ત્રણસો સત્તાવન ઇસ્યુ કરેલ છે તે માટે શું કોઈક નાં ઈશારે તો આ કામગીરી કરેલ નથી ને?? તે પણ એક તપાસ નો વિષય બનેલ હોય એ દિશામાં પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે.ને આ રીતે આટલાં બધાં આદિવાસી નાં દાખલા ઇસ્યુ કરવામાં નાણાકીય લેવડદેવડ ને કોનાં ઈશારે ને ભલામણ થી કાઢી અપાયાં તે હકીકતોની પણ નિષ્પક્ષ તટસ્થ તપાસ કોઈની પણ શેહશરમ વગર કરાય તો સાચી વીગતો બહાર આવે તેમ છે.