સુરેન્દ્રનગર LCB ટીમે એકના અનેક રૂપીયા કરી આપવાની લાલચ આપી છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરતાં ઈસમને રૂ.5 લાખ સાથે દબોચી લીધો
તા.31/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે તેમજ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના તથા છેતરપીંડી અને વિશ્વાસઘાતના અનડીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરી આરોપી તથા મુદામાલ શોધી કાઢી આવા ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ચેક કરી આરોપીઓને તાત્કાલીક પકડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા એલસીબી પીઆઇ જે. જે. જાડેજાને સુચના આપેલ જે અન્વયે પીએસઆઇ જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ આર. એચ. ઝાલા નાઓએ એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં શરીર સંબંધી તથા મીલકત સંબંધી ગુન્હાઓ બનતા અટકે તે સારૂ તેમજ ધરફોડ ચોરીઓ તેમજ વાહન ચોરી તથા વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનાઓ અનડીટેકટ ન રહે જેથી તે ગુના ડીટેક્ટ કરવા અસરકારક પરીણામ લક્ષી કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન કરતા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફના પીઆઇ, પીએસઆઇ, અજયવીરસિંહ ઝાલા, ભૂપતસિંહ રાઠોડ, અશ્વિનભાઈ માથુકિયા, મેહુલભાઈ મકવાણા સહિત ટીમ દ્વારા બાતમી હકીકત આધારે સુરેન્દ્રનગર સીટી બી ડીવી પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત, છેતરપીંડી તથા કાળા જાદુના ગુનામા સંડોવાયેલ શકમંદ ઇસમ હાલ તેના વતન મહીસાગર ખાતે હોવાની પીએસઆઇ જે.વાય.પઠાણ તથા પો.હે.કો. અજયસિંહ ઝાલા તથા પો.કો. અશ્વિનભાઇ માથુકીયા નાઓને બાતમી મળતા મજકુર ઇસમને મહિસાગર જિલ્લા ખાતેથી પકડી પાડી એલસીબી કચેરી સુરેન્દ્રનગર ખાતે લાવી યુક્તિપ્રયુક્તિથી પુછપરછ કરતા ગુનાની કબુલત આપતા મજકુર ઇસમ દિનેશભાઇ મોતિભાઇ માલીવાડ રહે, ચણાશેરો પોસ્ટ બામરોડા ખનાપુર મહીસાગર વાળા પાસેથી છેતરપીંડી અને વિશ્વાસઘાત દ્વારા ગુનો કરી મેળવેલ રોકડ રૂપીયા ૫,૦૦,૦૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અર્થે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.