GUJARATPANCHMAHALSHEHERA

માર્ગ અને મકાન વિભાગ દ્વારા લુણાવાડામાં વિરણીયા રોડ પર પેવરપટ્ટાની કામગીરીનો પ્રારંભ

 

મહીસાગર લુણાવાડા

નિલેશકુમાર દરજી મહીસાગર

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા અગત્યના દેવ – વિરણીયા રોડ પર માર્ગ મરામતની અને સુધારણાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. મહીસાગર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), લુણાવાડા દ્વારા આ માર્ગ પર પેવરપટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે વહીવટી તંત્રની પ્રજાલક્ષી અને સમયસરની કાર્યવાહી દર્શાવે છે. લાંબા સમયથી પ્રતિક્ષિત આ કાર્યને કારણે સ્થાનિક રહેવાસીઓ, ખેડૂતો અને માર્ગનો ઉપયોગ કરતા અન્ય મુસાફરોને સુવિધા મળશે. આ કામગીરી માટે સરકારે અને વહીવટી તંત્રે જે ઝડપી પ્રતિસાદ આપ્યો છે તે પ્રશંસનીય છે અને વિકાસની પ્રક્રિયાને વેગ આપે છે.

વહીવટી તંત્ર દ્વારા આ રાજ્ય ધોરી માર્ગની ગુણવત્તા સુધારવા માટે કરવામાં આવેલો આ પ્રયાસ રોડ-રસ્તાના રિપેરિંગની બાબતમાં સરકારની સક્રિયતા અને નાગરિકોની સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. પેવરપટ્ટાની કામગીરી પૂર્ણ થવાથી માર્ગ વધુ સુરક્ષિત અને ટકાઉ બનશે. આનાથી માત્ર મુસાફરીનો સમય જ ઓછો નહીં થાય, પરંતુ અકસ્માતોનું જોખમ પણ ઘટશે.

Back to top button
error: Content is protected !!