ANANDGUJARATUMRETH

ઉમરેઠ પોલીસ જવાન પ્રવિણસિંહ અને જાગૃત નાગરિકોની સરાહનીય કામગીરી.

પ્રતિનિધિ:ઉમરેઠ
તસ્વીર:કુંજન પાટણવાડીયા

ઉમરેઠ નગરના રાત્રિના સમયે એક ઉંમરલાયક મહિલા રસ્તો ભૂલી જવાના કારણે ભૂલ્યા પડ્યા હતા.આ મહિલા કેટલાય કલાકો થી નગરના હાઇવે પર ભટકતા હતા પરંતુ કેટલાક જાગૃત નાગરિકોની નજર પડતા આ ઉંમરલાયક મહિલાની પૂછતાછ કરતા તે મહિલા અસ્થિર હોય તેમ જણાતુ હતું અને ક્યાંથી આવ્યા છે અને ક્યાં જવું છે તેવી કોઈ જાણકારી આપી રહ્યા ન હતા.જાગૃત નાગરિકો દ્વારા ઉંમરલાયક મહિલાની જાણકારી માટે ઉમરેઠ પોલીસનો સંપર્ક કર્યો અને થોડીક જ વારમાં પોલીસ જવાન પ્રવિણસિંહ સ્થળ પર આવી પહોંચ્યા હતા.મહિલાને કેટલીય વખત પૂછતાછ કર્યા પછી મહિલા એ જણાવ્યું હતું કે હું થામણા ગામમાં રહું છું અને મારું નામ શાંતાબેન પોપટભાઈ રોહિત છે.ત્યારે પોલીસ જવાન પ્રવિણસિંહ અને જાગૃત નાગરિક દીપ પટેલ,કુંજન પાટણવાડીયા,શિવમ શેલત, જય રબારી તથા હાર્દિક દલવાડી થામણા મુકામે જઈ અને આ ઉંમરલાયક મહિલાના પરિવારજનો ની શોધખોળ કરીને ભુલા પડી ગયેલા ઉંમરલાયક મહિલાને તેમના પરિવારજનો નો ભેટો કરાવી ને એક ઉમદા અને સરાહનીય કામગીરી કરી હતી.

Back to top button
error: Content is protected !!