AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગો 2026: કિંગ્સ બેટન રિલેનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટન રિલેનો અમદાવાદમાં ત્રણ દિવસનો રંગીન અને વિશાળ કાર્યક્રમ શરૂ થયો છે. ‘ગો કોમનવેલ્થ! ગો યુનિટી! ગો 2026!’ ના ઉલ્લાસપૂર્ણ નારા સાથે શહેરના ખેલપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ બેટનનું ઉત્સાહભેર સ્વાગત કર્યું. કોમનવેલ્થની એકતા, સમાનતા અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરતી આ રિલે શહેરમાં ઉત્સાહી વાતાવરણ સર્જી રહી છે.

15 થી 17 નવેમ્બર દરમિયાન યોજાતી આ મુલાકાતના પ્રથમ દિવસે કિંગ્સ બેટન ગુજરાત યુનિવર્સિટીથી પ્રસ્થાન કરી IIT ગાંધીનગર, સંસ્કારધામ, એલ.જે. યુનિવર્સિટી તથા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુધી લઇ જવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન લંડન ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ ગગન નારંગ મુખ્ય અતિથિ તરીકે જોડાયા હતા.

ગુજરાત યુનિવર્સિટી ખાતે ઓલિમ્પિયન સ્વિમર માના પટેલ, IIT ગાંધીનગર ખાતે એથ્લેટિક્સના આંતરરાષ્ટ્રીય ખેલાડી રુચિત મોરી, સંસ્કારધામમાં જુડો નેશનલ ગોલ્ડ મેડલિસ્ટ રોહિત મજગુલ, એલ.જે. યુનિવર્સીટી ખાતે સ્વિમર દેવાંશ પરમાર અને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ડિયન અંડર 17 ફૂટબોલ ટીમના ખેલાડીઓએ બેટનનું સન્માનપૂર્વક સ્વાગત કર્યું.

16 નવેમ્બરના કાર્યક્રમ અંતર્ગત કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ અને અટલ બ્રિજ પરથી પસાર થઈને બેટન ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ (સ્પોર્ટ્સ એરેના) ખાતે પહોંચશે. 17 નવેમ્બરે રિવરફ્રન્ટ ક્લીનિંગ ડ્રાઈવથી દિવસની શરૂઆત થશે અને ત્યારબાદ એપલ ગ્લોબલ સ્કૂલ, દિલ્હી પબ્લિક સ્કૂલ, ઉદગમ સ્કૂલ, અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ અને અમદાવાદ યુનિવર્સિટીની મુલાકાત બાદ યાત્રાનો સમાપન ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ખાતે થશે. શહેરના અનેક માનનીય મહેમાનો આ ત્રિદિવસીય યાત્રા દરમિયાન બેટનને આવકારવા ઉપસ્થિત રહેશે.


બેટનનું વિશેષ મહત્વ: કોમનવેલ્થના મૂલ્યોનું પ્રતિક

કિંગ્સ બેટન રિલેની શરૂઆત 10 માર્ચ 2025ના રોજ બકિંગહામ પેલેસથી થઈ હતી, જ્યાં હિઝ મેજેસ્ટી દ કિંગે કોમનવેલ્થ માટેનો વિશેષ સંદેશ બેટનમાં સીલ કર્યો હતો. આ 500 દિવસની અનોખી યાત્રા 74 કોમનવેલ્થ દેશો અને પ્રદેશોમાંથી પસાર થવા જઈ રહી છે. પ્રથમ વખત દરેક દેશને તેની સંસ્કૃતિ દર્શાવતું અનન્ય ડિઝાઇનવાળું કસ્ટમાઇઝ્ડ બેટન આપવામાં આવ્યું છે, જે ગ્લાસગો ખાતેની ઓપનિંગ સેરેમનીમાં એકસાથે પ્રદર્શન થશે.

આ આવૃત્તિ સાથે કોમનવેલ્થ ક્લીન ઓશન્સ પ્લાસ્ટિક્સ કેમ્પેઇનની શરૂઆત પણ થઈ છે. ખેલાડીઓ અને નાગરિકોની ભાગીદારી દ્વારા કોમનવેલ્થના જળપ્રદેશમાં એક મિલિયન પ્લાસ્ટિકના કચરાને પ્રવેશતા અટકાવવાનો સંકલ્પ આ પહેલ દ્વારા લેવામાં આવ્યો છે. બેટનની યાત્રા દરમિયાન અનેક સ્થળોએ સ્વચ્છતા અભિયાન પણ યોજાશે.


ભારતના બેટનની વિશિષ્ટ ડિઝાઇન — આકિબ વાણીની રચના

ભારતીય બેટન પુરસ્કાર વિજેતા કલાકાર આકિબ વાણી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે દેશની “વૈવિધ્યમાં એકતા”ની ઉર્જાને રજૂ કરે છે.

  • પહેલા વિભાગમાં ભારતના રાજ્ય ફૂલોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે છે.

  • બીજા ભાગે ગોંડ આર્ટથી પ્રેરિત ચિહ્નો, પ્રાણી–પક્ષીઓ અને કુદરતી તત્ત્વોને સ્થાન આપવામાં આવ્યું છે.

  • ત્રીજા વિભાગમાં ભારતીય લિપિઓનો સમાવેશ કરીને દેશની ભાષાકીય સમૃદ્ધિ અને વારસાનો ઉજાસ કરવામાં આવ્યો છે.

બેટનનો અંતિમ કલાત્મક સ્પર્શ નાગરિકો, ખેલાડીઓ અને ઇન્ફ્લુએન્સરો દ્વારા એક વિશેષ જાહેર ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ દરમિયાન અપાયો હતો. દિલ્હીના ડી.એલ.એફ. મોલમાં બેટનનું અનાવરણ થતું ભારત માટેની સત્તાવાર શરૂઆતનો મોક્ષ ક્ષણ બની હતી.

Back to top button
error: Content is protected !!