
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં સ્પે. ખેલ મહાકુંભ અંતર્ગત ફિઝિકલ હેન્ડીકેપ ભાઇઓ અને બહેનોની સ્પર્ધા યોજાઈ
સ્પે. ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લાકક્ષાની ફિઝિકલ હેન્ડીકેપ ભાઇઓ અને બહેનોની સ્પર્ધા મ.લા.ગાંધી કોલેજ કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે તા. ૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાયેલ હતો.આ પ્રોગ્રામ સમારંભના અધ્યક્ષ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ પ્રશસ્તિ પારીક અને મુખ્ય મહેમાન મ.લા.ગાંધી કોલેજ કેમ્પસના પ્રમુખ મહેન્દ્રભાઇ શાહ અને અતિથિ વિશેષમાં મ.લા.ગાંધી કોલેજ કેમ્પસના ઉપપ્રમુખ ડૉ.ઘનશ્યામભાઇ અને પટેલ યોગેશભાઇ, પરમાર કાંતિભાઇ, ભાટ્ટી ચંદુભાઇ, પટેલ પીયુષભાઇ અને ડૉ.સંતોષ દેવકર હાજર રહેલ હતા. આ સમગ્ર પ્રોગ્રામના આયોજક અરવલ્લી (સાબરકાંઠા) ફિઝિકલ હેન્ડીકેપ મંડળના પ્રમુખ વિનોદભાઇ પટેલ સુચારૂ આયોજન કરવા બદલ અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રકાશ કલાસવાને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ આપી





