CA ફાઇનલનું પરિણામ આવ્યું સમગ્ર ભારતમાં બીજા નંબરે ગુજરાતની વિધ્યાર્થીની આવી
હૈદરાબાદના હેરાંબ મહેશ્વરી અને તિરુપતિના ઓસ્વાલે સંયુક્ત રીતે 508 માર્ક્સ (84.67%) મેળવી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જ્યારે રિયા કુંજનકુમાર શાહે 501 માર્ક્સ (83.5%) મેળવી બીજા ક્રમાંકે આવી છે. તેમજ કોલકાતાની કિંજલ અજમેરાએ 493 માર્ક્સ (82.17%) સાથે ચોથા ક્રમે આવી છે.
આઈસીએઆઈ સીએનું ફાઈનલ પરિણામ ગઈકાલે રાત્રે જાહેર થઈ ગયું છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) દ્વારા યોજાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટ (CA)ની ફાઈનલ પરીક્ષામાં બે વિદ્યાર્થીઓ અને બે વિદ્યાર્થીનીઓએ ટોચના ત્રણ રેન્ક મેળવ્યા છે. જેમાં અમદાવાદની રિયા શાહ સમગ્ર ભારતમાં બીજા નંબરે આવી છે. જ્યારે હૈદરાબાદના હેરાંબ મહેશ્વરી અને તિરૂપતિના રિષભે ઓસ્વાલે સંયુક્તરૂપે 508 માર્ક્સ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રિયા શાહે 501 માર્ક્સ સાથે બીજો નંબર મેળવ્યો છે. જ્યારે ત્રીજા સ્થાને આવેલી કોલકાતાની કિંજલ અજમેરાએ 493 માર્ક્સ મેળવ્યા છે.
હૈદરાબાદના હેરાંબ મહેશ્વરી અને તિરુપતિના ઓસ્વાલે સંયુક્ત રીતે 508 માર્ક્સ (84.67%) મેળવી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જ્યારે રિયા કુંજનકુમાર શાહે 501 માર્ક્સ (83.5%) મેળવી બીજા ક્રમાંકે આવી છે. તેમજ કોલકાતાની કિંજલ અજમેરાએ 493 માર્ક્સ (82.17%) સાથે ચોથા ક્રમે આવી છે.
આઈસીએઆઈના પ્રમુખ સી.એ.રણજીત કુમાર અગ્રવાલે ભારતની સૌથી અઘરી પરીક્ષાઓ પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. આ વર્ષે 31,946 થી વધુ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક CA ફાઈનલ પરીક્ષા પાસ કરી છે. જ્યારે નોંધપાત્ર 11,500 વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા છે.
પાસિંગ રેટ વધ્યું
ગ્રૂપ 1 – 66,987 ઉમેદવારોએ પરીક્ષા આપી, 11,253 પાસ (16.8 ટકા) થયા
ગ્રૂપ 2 – 49,459 ઉમેદવારોએ પરીક્ષા આપી, 10,566 પાસ (21.36 ટકા) થયા