
વિજાપુર સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક કોમ્પલેક્ષ પાસે યુવકને માર મારી ઈજાઓ કરતા ચાર સામે ફરીયાદ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક કોમ્પલેક્ષ પાસે યુવકને ચાર યુવકોએ મારમારી ઈજાઓ કરતા યુવકને જનરલ હોસ્પીટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો જ્યાં ડોકટરે તપાસ કરતા ઈજા ગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. દવાખાને થી પોલીસ વર્ધી મળતા પોલીસ ચાર સામે ફરીયાદ નોધી સીસી ફૂટેજ મેળવી ચાર સામે તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહેશ્વરપુરા ગામના રાકેશ ભાઈ પટેલ તેઓ હાઇવે સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે આવેલ કોમ્પલેક્ષ મા મશીનરી ની દુકાન મા નોકરી કરે છે ગત સાંજે મંગળવારે તેમને મોબાઈલ આવ્યો હતો કે મારે દુકાનમાં મશીનરી સાધનો લેવા છે તેમ કહી જીજ્ઞેશ સિંહ અર્જુન સિંહ રાઠોડ તેઓ ની સાથે અન્ય ત્રણ ઈસમો ગડદા પાટું નો માર મારી ઈજાઓ કરતા ધોકા વડે ઈજાઓ કરતા તેઓને સારવાર માટે જનરલ હોસ્પીટલ ખાતે લવાયો હતો. જ્યાં સારવાર બાદ જીગ્નેશ સિંહ અર્જુન સિંહ રાઠોડ સહિત અન્ય ત્રણ અજાણ્યા ઈસમ સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.



