બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર દાંતાના દિવ્યાંગોની વ્હારે આવ્યું તંત્ર

30 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જીલ્લા માઁ આવેલ દાંતા તાલુકાનાં અંતરિયાળ ગામ મોટા પીપોદરાનાં કોદરવી પરિવારોનાં 300 લોકોંનાં પોલીસ વિભાગ દ્રારા પુનઃવરસનની કામગીરી હાલમા ચાલી રહી છે જેમાં પોલીસ વિભાગ દ્રારા આપેલ માહિતી મુજબ કુલ 5 દિવ્યાંગ લોકોં ને માન. કલેક્ટર સાહેબશ્રી મિહિર પટેલ ની સૂચના અનુસાર તેમજ બનાસ મેડિકલ કોલેજના સુપ્રીટેન્ડન્ટશ્રી ર્ડો. સુનિલ જોશી તેમજ સિવિલ સર્જનશ્રી ર્ડો. દિપક પ્રણામીનાં સહિયોગથી એમ્બ્યુલન્સ દ્રારા જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે લાવેલ. જેમાં ર્ડો.આશિષ પુરોહિત, ઓર્થોપેડિક સર્જન દ્રારા 4 દિવ્યાંગજન નુ અસેસમેન્ટ કરિ સર્ટિફિકેટ આપેલ હતું તેમજ એક દિવ્યાંગનાં આંખ નુ સર્ટિફિકેટ ર્ડો.પ્રિયેશ શ્રોફ, આય સર્જન અને ર્ડો. હસમુખ જોશી દ્રારા અસેસમેન્ટ કરવામા આવેલ હતું. આ તમામ કામગીરીની પ્રોસેસ સમાજ સુરક્ષા અધિકારીશ્રી હિતેશભાઈ પટેલ તેમજ એમનો સ્ટાફ ભવાની જોશી. અને જનરલ હોસ્પિટલ પાલનપુરનો સ્ટાફ સિસ્ટમ મેનેજર પ્રવીણભાઈ ગૌસ્વામી અને રાજુભાઈ પરમાર ડેટા ઓપરેટર વગેરેએ કામગીરી પૂર્ણ કરી સફળ બનાવેલ હતી.





