થરા ખાતે જ્યોતિબા ફુલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા દ્વિતીય સન્માન સમારોહ તથા ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો..
થરા ખાતે જ્યોતિબા ફુલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા દ્વિતીય સન્માન સમારોહ તથા ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો..

થરા ખાતે જ્યોતિબા ફુલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા દ્વિતીય સન્માન સમારોહ તથા ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો..
મહાત્મા જ્યોતીબા ગોવિંદરાવ ફુલે (મરાઠી) એક વિચારક, સમાજ સુધારક,લેખક,તત્વ ચિંતક,દાર્શનિક,વિદ્વાન અને સંપાદક હતા.તેઓ અને તેમની પત્ની સાવિત્રિબાઈ ફુલેએ સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો હતો.આ સિવાય પણ શિક્ષણ,ખેતીવાડી,જ્ઞાતિપ્રથા, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન અને અસ્પૃશ્યતા નિવારણનાં ક્ષેત્રોમાં પણ તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. તેમનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને નીચી જ્ઞાતિના મનાતા લોકો ના શિક્ષણક્ષેત્રે હતું.પોતાની પત્નીને ભણાવ્યા પછી ૧૮૪૮માં તેમણે ભારતની બાલિકાઓ માટેની ભારતની પ્રથમ શાળા શરૂ કરી હતી.તેમણે ૨૪ સપ્ટેમ્બર ૧૮૭૩ ના રોજ પુના ખાતે સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. આવી મહાન વિભુતીના નામે જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ ખાતે સમાજના સહિયારા સહયોગથી સારીએવી કામગીરી જેવીકે ચોપડા વિતરણ,કોચીન કલાસ,પાલક માતા પિતા યોજનાની કાર્યવાહી કરતી સંસ્થા દ્વારા કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં સ્ટેટબેંક ઓફ ઈન્ડિયા ભક્તિ નગર વિસ્તારમા ભવ્ય લાઈબ્રેરી અને કોચિંગ સેન્ટરના નિર્માણનું ભૂમિ પૂજન શ્રી ૧૦૦૮ સંતશ્રી ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રોડ ગુરૂગાદી પરમ પૂજ્ય મહંત શ્રી ગુરૂદેવ આત્મહંસ સાહેબ ગુરૂશ્રી સત્ય હંસ સાહેબ ચિત્રોડ તાલુકો રાપર કચ્છની પાવન નિશ્રામાં શાસ્તરોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે ભૂમિ પૂજન કરી ભવ્ય શોભાયાત્રા દ્વારા શ્રી ઓગડ વિદ્યાના પ્રાર્થના હોલમાં પધારી આજરોજ તા.૦૨/૦૨/૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે જ્યોતિબા ફુલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા આયોજિત સમગ્ર કાંકરેજ તાલુકાના અનુસુચિત જાતી સમાજના ૮૨ તેજસ્વી તારલાઓ,૭ નવનિયુક્ત કર્મચારીઓ,૧ વયનિવૃત થનાર કર્મચારી, ૨ પ્રમોશન સહીત ૯૨ વ્યક્તિઓનો સન્માન સમારોહ પરમ પૂજ્ય મહંતશ્રી ગુરૂદેવ આત્મહંસ સાહેબની પાવન નિશ્રામાં ઉદ્ઘાટક અમદાવાદ શાહીબાગ એ.સી.પી.કિશનભાઈ મકવાણા,દિનેશભાઈ સોલંકી, મનુભાઈ કુડેચા,એડવોકેટ અમદાવાદના સંજયભાઈ બુકોલીયા વિશેષ ઉપસ્થિતિ કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર,પૂર્વ આચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર ના કે.ટી.પોરાણીયા,બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તેમજ દિનેશભાઈ બી. પરમાર એડવોકેટ, ડૉ.નીતિનભાઈ છત્રાલિયા પાટણ,ઉપાધ્યક્ષ અખિલ ભારતીય રવિદાસિયા ધર્મ સંગઠન ગુજરાત ના ડી.ડી. પરમાર, સંસ્થાપક સંત શિરોમણી રવિદાસ યુથ કલબ ગુજરાત ના સંજયભાઈ સુમેસરા ની હાજરી માં યોજાયો હતો.ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ.પ્રમુખ જીતેન્દ્રકુમાર સી. સાંપરિયાએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી પ્રમુખ જીતેન્દ્રકુમાર સાંપરીયા ભલગામ, મહામંત્રી મહેશકુમાર પરમાર આબલુણ, ખજાનચી ચંપકભાઈ પરમાર ઉણ, ઉપપ્રમુખ ભેમજીભાઈ બુકોલીયા,રમેશભાઈ સોલંકી સમણવા, રત્નાભાઈ ચાંચાણી ટોટાણા સહીત કારોબારી સભ્યો તેમજ તેજસ્વી તારલા સમિતિ દ્વારા દાતાઓ તથા પધારેલ મહેમાનોને પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.ત્યારે બ. કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલાએ બાબુભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી આ ટ્રસ્ટને ૧૦ લાખ રૂપિયા અને કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ૧૧ લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી. તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર, મેડલ,કોલેજ બેગ, ફાઈલ,રવિદાસજીનો ફોટો, ચોપડડા,મોટીવેશન બુક,પંચશીલ આપી સન્માનીત કરવામાં આવ્યા. નવી નિમણૂંક,વય નિવૃત્ત ને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા.કાર્યક્રમનું સંચાલન વિજય ચાલદારી, જેસલભાઈ પરમાર જયારે આભાર વિધિ કરણભાઈ ચાંગેચાએ કરી હતી. રાધનપુર તાલુકા પંચાયત નિવૃત કર્મચારી મનુભાઈ કુડેચા પરિવાર દ્વારા આપવામાં ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પાડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530





