GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર મણિપુરા ગામના બુથ નંબર 190,191 માં બોગસ મતદાન ની કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલની ફરીયાદ મામલતદારે ઔપચારિક તપાસ કરી ઉડાડી દેવાઈ

વિજાપુર મણિપુરા ગામના બુથ નંબર 190,191 માં બોગસ મતદાન ની કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલની ફરીયાદ મામલતદારે ઔપચારિક તપાસ કરી ઉડાડી દેવાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મણિપુરા ગામના બુથ નંબર 190,191 ઉપર બોગસ મતદાન થયું હોવાની કોંગ્રેસના ઉમેદવાર દીનેશપટેલ દ્વારા મામલતદાર જે.એસ.પટેલ તેમજ ચૂંટણી અધિકારી રોનક શાહ સમક્ષ ફરીયાદ કરી હતી. જેને લઇને મામલતદાર દ્વારા બુથ નંબર 190,191 ઉપર ના બોગસ મતદાન અંગે ની કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવેલ બુથ એજન્ટ નુ નિવેદન લેવા માં આવ્યો હતો. જેમાં તેઓના નિવેદન પ્રમાણે બોગસ મતદાન થયું ના હોવાનું જણાવતા ફરીયાદ ને ખારીજ કરવામાં આવી છે. અને વધુ તપાસ ઉપર પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતુ. જ્યારે દિનેશ પટેલે પોતાની ફરિયાદ ની કાર્યવાહી અંગે રોનક શાહ ને ફોન ઉપર સંપર્ક કર્યો હતો. પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. અને મામલતદારે કોંગ્રેસ ના એજન્ટ ના નિવેદન પ્રમાણે બોગસ મતદાન થયું નથી તેમ જણાવી ને ફરીયાદ ફગાવી દેવાની ચર્ચા જાગી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!