
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા ના ખલીકપૂર વિસ્તારમાં વારંવાર વીજળી ગુલ થતા રહીશો કંટાર્યો, વિજતંત્ર ની લાલિયાવાડી : CM પોર્ટલ માં રજૂઆત કરવાની ચીમકી
ખલીકપુર વિસ્તારના રહીશના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆત કરવા છતાં રોજની 10 થી 12 વખત વીજળી ડૂલ થાય છે.આખા મોડાસામાં લાઇટ હોય આજુબાજુ ના ગામડાઓ માં પણ લાઇટ હોય પણ ખલીકપૂર વિસ્તારમાં ના હોય આ બાબતે રોજ કેટલીક વાર ફોન કરવા છતાં કોઈ જ એક્શન તંત્ર ધ્વારા લેવાતી નથી.એક સામાન્ય પવન ફૂંકાય વરસાદ ના 2 છાંટા પડે તો પણ લાઇટ જતું રહે છે તેમ જણાવ્યું હતું.આસપાસ ની સોસાયટી ના રહીશો આટલી ગરમીમાં ત્રાસી જાય છે.આજુ બાજુની સોસાયટી સંગિનીવિલા,તિરુપતિ આનંદવિલા સ્વાગત 2 જેવી સોસાયટીના રહીશો એ અનેક વાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર ધ્વારા કોઈ રજૂઆત ધ્યાન માં લેવાતી નથી.આગળ ના સમય માં તંત્ર દ્વારા આ મુશ્કેલી નું નિવારણ લાવવામાં નઈ આવે તો આ રહીશો…CM પોર્ટલ માં રજૂઆત કરશે એવી બાબત ધ્યાન માં આpવેલ છે.





