17 વર્ષની લાંબી રાહ બાદ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ચેમ્પિયન બની છે. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો છે. લોકો રસ્તા પર ઉતરીને ભારતીય ટીમની જીતની ઉજવણી કરતા જોવા મળે છે. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 રને હરાવી વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. સમગ્ર T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અજેય રહી હતી અને આજે ટીમ ઈન્ડિયા ફાઈનલ મેચમાં શાનદાર જીત હાંસલ કરીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી.