BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે ‘ આવકારનો આનંદ ‘ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

28 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે ‘આવકારનો આનંદ ‘ અંતર્ગત ધો-9 અને 11 ના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાઈ ગયો. આ કાર્યક્રમને શોભાવવા માટે સરકારી પ્રતિનિધિશ્રી મનીષભાઈ પટેલ (પ્રધ્યાપક, આઈ.ટી.આઈ, વિસનગર), શ્રી કૌશલભાઈ રાવલ (સી.આર.સી.કમાણા ક્લસ્ટર) તથા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત મહેમાનશ્રીઓના વરદ્દહસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલશ્રી દિનેશભાઈ ચૌધરીએ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરી અને પરિચય આપી શાળાની બાલિકાઓ દ્વારા મહેમાનોનું ફૂલછડી અને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશોત્સવની રસમ પૂર્ણ કરી મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના વરદ્દહસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં શાળાની વિદ્યાર્થીનીએ પર્યાવરણ વિશે તથા શિક્ષકશ્રી એમ.ડી.ચૌધરીએ સરકારશ્રી દ્વારા શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને આપવામાં આવતી વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓની માહિતી આપી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ મહાનુભાવશ્રી ડૉ.સુરેશભાઈ ચૌધરી તથા સરકારી પ્રતિનિધિશ્રી કૌશલભાઈ રાવલ (સી.આર.સી.કમાણા ક્લસ્ટર) એ “શિક્ષણ એ જ અમૂલ્ય ધન અને શિક્ષણ એટલે શિસ્ત, ક્ષમા અને સંસ્કારનો સમન્વય” વિશે પ્રાસંગિક પ્રવચન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સાથે મહાનુભાવોના વરદ્દહસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ શિક્ષકશ્રી ભરતભાઈ ચૌધરીએ કરી હતી તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની બાલિકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર સ્ટાફમિત્રોના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!