રાજપારડીથી નેત્રંગ રોડ પર 10 કિલોમીટર PQC ફોરલેન માર્ગનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી થી નેત્રંગને જોડતા માર્ગ પર 10 કિલોમીટર સુધીના PQC માર્ગનું ખાતમુહૂર્ત કરવા માટે રાજપારડી ચાર રસ્તા નજીક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે આ માર્ગનું ખાતમુહૂર્ત શ્રીફળ વધારી કરવામાં આવ્યું હતું. આ માર્ગ ઘણા સમય થી બિસ્માર હતો અને આ માર્ગ પર ઉડતી ધૂળ થી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા.જેને લઈ અવાર નવાર સ્થાનિકો દ્વાર રજૂઆતો કરવામાં આવી હતી અને અનેકો વખત મીડિયા માં અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.જે બાદ આજ રોજ ધારાસભ્ય રિતેશ વસાવા તેમજ ભરુચ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા ,પ્રકાશ દેસાઇ, તેમજ આજુ બાજુ ગામના સરપંચો આગેવાનો ની ઉપસ્થિતિ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, રાજપારડી ચાર રસ્તા થી ૧૦ કિલોમીટર સુધી આ માર્ગ PQC ફોર લેન 111.8 કરોડ ના ખર્ચે નિર્માણ પામશે જેથી સ્થાનિકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ખાડા અને ધૂળની ડમરીઓથી રાહત મળશે
ઈરફાન ખત્રી
રાજપારડી












