ગોધરા ખાતે ઘટક કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઇ
ગોધરા ઘટક કક્ષાના પોષણ ઉત્સવમાં THR અને મિલેટ્સની વાનગીઓનું પ્રદર્શન
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લામાં ગોધરા ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત ઘટક કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સ્થાનિક આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ થીમ આધારિત વાનગીઓનું પ્રદર્શન કરીને પોષણ અંગે જાગૃતિ લાવવામાં આવી હતી.
આ ઉત્સવમાં ખાસ કરીને ટેક હોમ રેશન (THR) અને જુદા જુદા જાડા ધાન્યો (મિલેટ્સ) માંથી તૈયાર કરાયેલી વિવિધ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ પહેલને ઉપસ્થિત મહાનુભાવો અને લોકોએ ખૂબ જ બિરદાવી હતી.
કાર્યક્રમના અંતે, વાનગી પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નિર્ણાયકો દ્વારા ૧, ૨, અને ૩ નંબર આપીને વિજેતા બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, તા.૧૭/૦૯/૨૦૨૫ થી પોષણ પખવાડિયાની રાષ્ટ્રવ્યાપી શરૂઆત થઈ છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાકક્ષાના પોષણ પખવાડિયાનો પ્રારંભ શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે કરાઇ હતી.
આ પોષણ ઉત્સવમાં જિલ્લાના ડિસ્ટ્રીક્ટ કોર્ડીનેટર (NNM) અને NRC માંથી અપેક્ષાબેન CDPO શ્રી, મુખ્ય સેવિકા બહેનો, NNM સ્ટાફ, પાપા પગલી સ્ટાફ, અને ઓફિસના અન્ય તમામ સ્ટાફે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.