Rajkot: રાજકોટ જિલ્લાના બાળકો, યુવાનો પર્વતારોહણ માટે થઈ જાઓ તૈયાર, ઓસમ ખાતે સરકાર દ્વારા યોજાશે પર્વતારોહણની સાહસિક શિબિર
તા.૨૩/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રાજકોટ દ્વારા ઓસમ ખાતે પર્વતારોહણની સાહસિક શિબિરનું આયોજન કરાયું છે.
આ શિબિરમાં ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષ,૧૪ થી ૩૫ વર્ષના યુવક-યુવતિઓ માટે બેઝિક કોર્ષ અને ૮ થી ૩૫ વર્ષના યુવક-યુવતિઓ માટે બિનનિવાસી એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન ઓસમ (પાટણવાવ) તા.ધોરાજી જિ. રાજકોટ ખાતે યોજાનાર છે.
યુવાનોમાં સાહસિકતાના ગુણ વિકસે અને બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તે હેતુથી સરકારશ્રી દ્વારા તાલીમાર્થીઓને પર્વતારોહણની એડવેન્ચર, બેઝિક અને એક દિવસીય બિનનિવાસી સાહસિક તાલીમ શિબિર યોજવામાં આવે છે. શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક તાલિમાર્થીઓએ નિયત નમુનામાં અરજી ફોર્મ સંપુર્ણ વિગતો ભરીને તા.૨૮/૦૪/૨૦૨૫ બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,૫/૫, બહુમાળી ભવન, રાજકોટ ખાતે મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી રાજકોટ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.