આણંદ – ગામડી વિસ્તાર માં દુષિત પાણી ને લઈને મહિલાઓ દ્વારા રજુવાત કરાય.

આણંદ – ગામડી વિસ્તાર માં દુષિત પાણી ને લઈને મહિલાઓ દ્વારા રજુવાત કરાય.
તાહિર મેમણ – આણંદ – 08/11/2025 – આણંદ – ગામડી વિસ્તાર માં દુષિત પાણી ને લઈને મહિલાઓ દ્વારા રજુવાત કરાય આણંદ મહાનગરપાલિકામાં આજે ગામડી વિસ્તારની વિવિધ સોસાયટીઓની મહિલાઓએ ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી.આણંદ મહાનગરપાલિકામાં આજે ગામડી વિસ્તારની વિવિધ સોસાયટીઓની મહિલાઓએ ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી આ સમસ્યાને કારણે સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મહિલાઓના જણાવ્યા મુજબ ગામડીની અનેક સોસાયટીઓના માર્ગો પર ગટરના ગંદા પાણી ભરાઈ ગયા છે. સમસ્યા એટલી ગંભીર છે કે સોસાયટીના રસ્તાઓ પર લગભગ એક ફૂટ જેટલા ગટરના પાણી ભરાયેલા રહે છે.મનપા દ્વારા ગામડી પંચાયત ખાતે બેસતા કર્મચારીઓ દ્વારા ગામમાં પુરતી તકેદારી રખાઈ નથી. પંચાયતના સમયે નિયમિત ગટર લાઇનો સાફ થતી હતી. જેના કારણે ગટર ઉભરાતી ન હતી. છેલ્લા10 માસથી ગટર લાઇનની સફાઇ કરવામાં આવી નથી. જેના કારણે નવરંગ સોસાયટી સહિત આસપાસની 30થી વધુ સોસાયટી રસ્તા માં ગટરના ગંદા પાણી છેલ્લા ઘણાં સમયથી ઉભરાઇ રહ્યાં છે. જેથી સ્થાનિક રહીશો અને બાળકોને શાળાએ જવા માટે ગટરના ગંદા પાણીમાં પડીને અવરજવર કરવી પડે છે. તેમજ ગંદકીના કારણે મચ્છરો સહિત જીવાતો વધી જતાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના વર્તાઇ રહી છે. આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા આણંદ મનપા કમિશ્નર સહિત કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઇ જ પગલા લેવાયા નથી. મનપા દ્વારા પ્રજાના પ્રશ્નો હલ ન થતાં હોય તો ગામડી ગ્રામ પંચાયતનો દરજ્જો પાંછો આપવા માટે રજૂઆત કરી હતી.





