નશાબંધી સપ્તાહનો સમાપન સમારોહ વિદ્યા ડેરી, આણંદ ખાતે યોજાયો

નશાબંધી સપ્તાહનો સમાપન સમારોહ વિદ્યા ડેરી, આણંદ ખાતે યોજાયો
તાહિર મેમણ -આણંદ – 08/10/2024 – તા. ૨ જી ઓક્ટોબર, પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જ્યંતિ થી શરૂ થયેલ નશાબંધી સપ્તાહની ઉજવણી અન્વયે આણંદ જિલ્લાના તાલુકા મથકોએ નશાબંધી સપ્તાહના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. તા.૦૮ ઓક્ટોબરના રોજ વિદ્યા ડેરી, આણંદ ખાતે નશાબંધી સપ્તાહ નો સમાપન સમારોહ યોજાવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલે નશાબંધીને અનુલક્ષીને આગામી પેઢીને કેવી રીતે બચાવી શકાય તેના પર વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું.
વધુમાં તેમણે ઉમેરતા કહ્યું કે દેશના મહમૂલા યુવાધનને નશો કરવાથી જોજનો દૂર રાખવામાં ખરા અર્થમાં નશાબંધી કાર્યકમ મદદરૂપ થઈ રહ્યા છે.
આ પ્રસંગે નાયબ મામલતદાર શ્રી ચૈતન્ય સંઘાણી એ વિદ્યાર્થીઓને નશામુકત રેહવા અને સમાજના અન્ય લોકોને નશામુક્ત કરવા સ્વયંસેવકની ભૂમિકા ભજવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે વિદ્યા ડેરીના જનરલ મેનેજરશ્રી રાજકુમાર પટેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





