ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા યોજાયેલી એકાંકી નાટ્ય સ્પર્ધાનું સમાપન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા પુરસ્કૃત અને ભારતી કોમ્યુનિકેશન, અમદાવાદ તથા ગુજરાત વિદ્યાસભાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી એકાંકી નાટ્ય સ્પર્ધાનું આજે 29 માર્ચ 2025 ના રોજ સમાપન થયું.
સ્પર્ધામાં પ્રથમ સ્થાન બરોડાના “સાવી” નાટકે મેળવ્યું, જ્યારે દ્વિતીય સ્થાન “આજનો સૂરજ આંધળો ઊગશે” (અખ્તર સૈયદ ગ્રુપ, ગાંધીનગર) અને તૃતીય સ્થાન “ચેતનાની ચાહના” (મમતા બુચ, ગાંધીનગર) ને મળ્યું.
અન્ય ખાસ પુરસ્કારો:
શ્રેષ્ઠ મૌલિક નાટક: “સાવી”
શ્રેષ્ઠ દિગ્દર્શક: મધુરા ખાંડેકર
શ્રેષ્ઠ લેખક: મધુરા ખાંડેકર
શ્રેષ્ઠ દૃશ્ય રચના: “સાવી”
શ્રેષ્ઠ અભિનેતા:
પ્રથમ: રાજ ગઢવી (“આજનો સૂરજ આંધળો ઊગશે”)
બીજું: પરમ શુક્લ (“ચેતનાની ચાહના”)
ત્રીજું: દેવેશ સરદારે (“આજનો સૂરજ આંધળો ઊગશે”)
શ્રેષ્ઠ અભિનેત્રી:
પ્રથમ: મધુરા ખાંડેકર (“સાવી”)
બીજું: કિન્નરી પંક્તિ પંચાલ (“આજનો સૂરજ આંધળો ઊગશે”)
ત્રીજું: દીપલ પરમાર (“આજનો સૂરજ આંધળો ઊગશે”)
સ્પર્ધાના ત્રણ અનુભવી નિર્ણાયક હિતેન્દ્ર શાહ, મેહુલ પટેલ અને કિરણ જોશી એ ઉન્નત સ્તરની ન્યાયસંગત મૂલ્યાંકન કર્યું.
આયોજક ધનંજય પટેલ (ડી.કે.) દ્વારા કલાકારો અને પ્રેક્ષકો માટે સુવિધાઓ જેવી કે ચા-નાસ્તા અને ભોજનની શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી હતી.
કલાકારો અને નાટ્યસંસ્થાઓ માટે પ્રોત્સાહન રૂપે સંગીત નાટક અકાદમી દ્વારા ઇનામ રકમ વધારો જરૂરી છે, જેથી આવાં ઈવેન્ટ્સ વધુ મોટા પાયે સફળતાપૂર્વક આયોજિત થઈ શકે. ઈનામ રકમમાં 50,000 થી 1,71,000 અને 51,000 સુધી વધારો કરવામાં આવે તે માટે માંગ ઉઠી રહી છે.





