
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
આચાર મંડળી શિવશક્તિ ગ્રામ સંગઠન વાણીયાવાડા ના સખી મંડળ આચાર બનાવવામાં મોખરે,બાયફ (રિલાયન્સ) સંસ્થા દ્વારા આચાર મશીન અને 1 હજાર ફ્રુડ બરણી નું વિતરણ કરાયું
અરવલ્લી નો સ્વાદ આચાર મંડળી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ બાયફ સવયંમશ્રી પ્રોજેક્ટ અંતર્ગત આચાર મંડળી શિવશક્તિ ગ્રામ સંગઠન વાણીયાવાડા ના સંયુક્ત ઉપક્રમે સખી મંડળની બહેનો દ્વારા એક નવીન સાહસ ઉભું કરી શિવરાજ પુરા કંપા ગામે કાર્યક્રમ યોજાયો હતો.સખી મંડળ દ્વારા જે વિવિધ આચાર બનાવવામાં આવે છે જેને લઇ રિલાયન્સ બાયફ સંસ્થા ના સંયુક્ત કાર્યક્રમ નું આયોજન કરાયું હતું જેમાં બાયફ સંસ્થા દ્વારા સખી મંડળ ને આચાર બનાવવા માટે મશીન આપવામાં આવ્યું હતું જેમાં ફ્રુડ પ્લાસ્ટિક ની 1 હજાર ખાલી બરણી આપવામાં આવી છે સાથે આ સખી મંડળ 9 થી 10 પ્રકારના અથાણાં બનાવવામાં આવે છે જેમાં કેરી નું ગર્યું અને ખાટું ,લીંબુ,ચૂંદો, મરચા, રતાડું, બીજોરો, ડ્રાય ચટણી,કાચા કરેલા,લીંબુની ચૂંટણી, જેવા અથાણાં બનાવી પગપર થયા છે અને સારી આવક મેળવી રહ્યાં છે કાર્યક્રમ માં અરવલ્લી જિલ્લા નિયામક આર એન કુચારા, મેઘરજ માંથી TLM માંથી નિરવ ગોસ્વામી ,રિલાયન્સ માંથી વર્ષા બેન, બાયફ ના મુખ્ય અધિકારી રવિકાન્ત તેમજ મેઘરજ માંથી હેતલબેન, પ્રિયન્કા બેન,મનરેગા સહીત શાખામાંથી કર્મચારીઓ ગ્રામજનો અને સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફર બનાવ્યો હતો





