BANASKANTHAGUJARATPALANPUR

બાલારામ સઘન ક્ષેત્ર સમિતિ ખાતે આત્મહત્યા અટકાવવા જેનું માર્ગદર્શન સેમિનાર યોજાયો

4 ડિસેમ્બર જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા

બાલારામ સઘન ક્ષેત્ર સમિતિ ખાતે આત્મહત્યા અટકાવવા જેનું માર્ગદર્શન સેમિનાર યોજાયો.શ્રી બાલારામ સઘન ક્ષેત્ર સમિતિ ચિત્રાસણી ખાતે ચિત્રાસણી પી.એચ.સી. સેન્ટરના શ્રી વિજયભાઈ, ધ્રુવીબેન ઠાકર અને મેહુલભાઈ તથા બનાસ મેડિકલ ટીમ દ્વારા મેન્ટલ હેલ્થ તથા આત્મહત્યા નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં ધ્રુવીબેન ઠાકર દ્વારા વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો મનને મજબૂત બનાવી અસફળતાનો પણ સ્વીકાર કરતા શીખવ્યું. કોઈપણ નિષ્ફળતા એ જીવનનું અંત નથી તે જણાવી માનસિક હતાશામાંથી બહાર પોતાની સ્થિતિને વ્યક્ત કરતા શીખવવામાં આવ્યું. આ સેમિનારમાં પી.ટી.સી. કોલેજના અધ્યાપકો તથા શ્રી સી. જે. કોઠારી હાઈસ્કૂલના શિક્ષક ગણ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!