BHARUCHGUJARAT

જિલ્લાના ઔધોગિક એકમોમાં કામ કરતા કામદારો ચૂંટણીમાં મતદાન કરે તે અંગે જાગૃતિ લાવવા ઔદ્યોગિક એકમો સાથે MOU કર્યા

જિલ્લાના ઔધોગિક એકમોમાં કામ કરતા કામદારો ચૂંટણીમાં મતદાન કરે તે અંગે જાગૃતિ લાવવા ઔદ્યોગિક એકમો સાથે MOU કર્યા

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૪/૦૪/૨૦૨૪

 

વધુમાં વધુ મતદારો ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે, મતદાન પ્રત્યે જાગૃત બને એવા પ્રયાસો કરવા જિલ્લાના ઔદ્યોગિક એકમોને અનુરોધ કરાયો

 

ભરૂચ : જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃતિ મંચ (VAF) ની બેઠક કલેક્ટર કચેરી સભાખંડમાં મળી હતી. ભરૂચ જીલ્લાનાં મોટા ઔદ્યોગિક એકમો સાથે કામ કરતા કર્મચારી તેમજ કામદારોને આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪માં મહત્તમ ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરે તે બાબતે જાગૃતિ લાવવા બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું.

 

બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ ભારતના ચૂંટણી કમિશનરનાં ફ્લેગશિપ કાર્યક્રમ ‘SVEEP’ અંતર્ગત ઔદ્યોગિક એકમો મતદાન જાગૃતિ માટે વિવિધ બેનર્સ, કામદારોમાં સિગ્નેચર કેમ્પેઈન તેમજ ટી-શર્ટ વિતરણ જેવા કાર્યક્રમમાં હાથ ધરી શકે તે માટે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. દરેક ઔદ્યોગિક એકમોએ તેમના કામદારો/કર્મચારીઓને પેઈડ હોલીડે આપી ચુંટણીની પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે પ્રોત્સાહિત કરવાના રહેશે, તેમ પણ જણાવ્યું હતું.

 

આ બેઠકમાં જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો ચૂંટણીમાં મતદાન કરે તે અંગે જાગૃતિ લાવવા ઔધોગિક એકમો સાથે MOU કર્યા હતા. જેમાં સન ફાર્મા, , એપકોટેક્સ, ગુજરાત ગાર્ડીયન લિમિટેડ, બિરલા સેલ્યુલઓસ, એફ એમ સી કેમિનોવા ઈન્ડિયા લિમિટેડ, ઈન્દોરામા વૈંચર ઑક્સાઇડ્સ અંકલેશ્વર પ્રા. લિ ., જેબસન ફૂડ પ્રા. લિ., કનેરિયા કેમિકલ્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીસ લિ ., ટેગરોસ કેમિકલ્સ ઈન્ડિયા પ્રા. લિ ., ડી.સી.એમ. શ્રીરામ લિ., કોરોમંડલ ઈન્ટરનેશનલ લિ., મહાનસરિયા ટાયર પ્રાઇવેટ લિમિટેડ, ઝાયડસ લાઇફસાયન્સ લિમિટેડગ, એસ.આર.એફ લિમિટેડ, લુપીન લિમિટેડ, પી. આઈ ઈન્ડસ્ટ્રીઝ લિ, જુબિલન્ટ લિ., ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિ. નો સમાવેશ થાય છે.

 

આ બેઠકમાં નિવાસ અધિક કલેકટર એન.આર.ધાંધલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલી, વોટર અવરનેસ ફોરમના નોડલ અધિકારી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી જે બી દવે, ફોરમના અન્ય સદસ્યો, વિવિધ ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓ, ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!