આણંદ – કર્મચારીઓ માટે મહેસુલી રીફ્રેશર તાલીમ યોજાય

આણંદ – કર્મચારીઓ માટે મહેસુલી રીફ્રેશર તાલીમ યોજાય
તાહિર મેમણ – આણંદ – 18/12/2024 – આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસુલી સેવા સંકળાયેલ કર્મયોગીઓ માટે આજરોજ રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી ઉપસ્થિતિ રહીને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં તેમણે આ તાલીમ થકી મહેસુલને લગતું અગત્યનું જ્ઞાન મેળવીને પોતાની ઉત્તમ કર્તવ્ય નિષ્ઠા દાખવવા કર્મચારીઓને અનુરોધ કર્યો હતો.
આ વેળાએ મહેસુલી વિભાગના કર્મચારીઓ માટે વિવિધ વિષયોને આવરી લેતી રિફ્રેશર તાલીમમાં જમીનના વહીવટ અંગેના કાયદાઓ અને મહેસૂલી અધિકારીઓની સત્તાઓ તથા જવાબદારીઓ તથા આર્થિક આયોજન જેવા વિષયોને લગતી તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. જ્યારે, આયુષ વિભાગ તરફથી કર્મચારીઓને પોતાના ફરજ પર કેવી રીતે પોતાના સ્વાસ્થ્યની દરકાર લઇ શકાય તેની પણ યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું .આ તાલીમમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, પેટલાદના મદદનીશ કલેકટર હિરેન બારોટ સહિતના મહેસુલી અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.




