બાલારામ સઘન ક્ષેત્ર ત સમિતિ શાળા ખાતે નોટબુક- ચોપડા તથા શૈક્ષણિક કીટનું વિતરણ અને વૃક્ષારોપણ ઉજવણી કરાઈ

25 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બાલારામ સઘન ક્ષેત્ર ત સમિતિ શાળા ખાતે
નોટબુક- ચોપડા તથા શૈક્ષણિક કીટનું વિતરણ અને વૃક્ષારોપણ ઉજવણી કરાઈ
શ્રી બાલારામ સઘનક્ષેત્ર સમિતિ ‘ વિમળા જ્યોત’ ચિત્રાસણી ખાતે સંસ્થાના ધોરણ 1 થી 9 સુધીના તમામ વિદ્યાર્થીઓને સંજય એસ.મહેતા, મુંબઈ દ્વારા ચોપડા, ઉષાબેન એન. શાહ, અમદાવાદ કલર પેન, સ્કેચ બુક તથા શૈક્ષણિક કીટ તથા તોરલ મેહતા મેમોરિયલ ટ્રસ્ટ, પાલનપુર દ્વારા નોટબુક – ચોપડા વગેરે મળેલ જેનું ઇનર વ્હીલ ક્લબ, પાલનપુરના પ્રમુખ શ્રી રેખાબેન અને અન્ય સભ્યો દ્વારા વિતરણ કરવામાં આવ્યું. સાથે-સાથે ગુડ-ટચ, બેડ-ટચ તેમજ જાતિય સતામણી સામે કેવી રીતે પોતાનું રક્ષણ કરવું તેમજ ક્યારે કોને ફરિયાદ કરવી તેવું માર્ગદર્શન પણ બહેનશ્રી દ્વારા આપવામાં આવ્યું. ઇનર વ્હીલ ક્લબની બહેનોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતન અને સંવર્ધન માટેની વિદ્યાર્થીઓમાં પહેલ કરીને કાર્યક્રમ પૂર્ણ કર્યો. આ તમામ કાર્યક્રમમાં સંસ્થાના તમામ વિભાગોના કર્મચારીઓએ ખૂબ સાથ સહકાર આપ્યો.




