આહવા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાની ભરતીમાં થયેલ ગેરરીતિની તપાસની માંગ સાથે કોંગ્રેસ સમિતિનું આવેદન….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાની ભરતીમાં થયેલ ગેરરીતિ અંગે તપાસની માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ એ ડાંગ જિલ્લા કલેકટરને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યુ છે.જે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં ચાલતી પ્રથમિક શાળાઓમાં PM પોષણ ( મધ્યાહન ભોજન) યોજના માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫ – ૨૬ માટે મધ્યાહન ભોજન કેન્દ્રો ખાતે ખાલી જગ્યા ઉપર સંચાલક, રસોઈયા, અને મદદનીશોની સરકારે નિયત કરેલા ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે નિયુક્તિ કરવા બાબતે ઉમેદવારો પાસેથી તારીખ :- ૨૧/૦૫/૨૦૨૫ ની જાહેરાતથી અરજીઓ માંગવામાં આવેલ અને જે અનુસાર ૧. સંચાલકની ઉમેદવારી માટે ઓછામાં ઓછા ધોરણ ૧૦ પાસ ની શૈક્ષણિક લાયકાત માંગવામાં આવેલ,૨. સરકારનાં તા.૦૨/૦૫/૨૦૦૮ પરિપત્ર અન્વયે ગામડાની મહિલાઓ, વિધવા, ત્યક્તા, નિરાધાર સ્ત્રીઓ તેમ જ આર્થિક રીતે નબળા વ્યક્તિઓ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોમાંથી નિમણુંકમાં અગ્રતા આપવાની રહેશે – આ ધારાધોરણો મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી નિયત કાર્યક્રમ આપવામાં આવેલ છે.જે બાબતે મુજબ કાર્યવાહી કરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ જેના નિમણુક પત્રો મુજબની રજુઆતો આવેલ છે.જેમાં આહવા તાલુકાના શામગહાન ખાતે સંચાલક ની ભરતીમાં ઓછા મેરીટ ( શૈક્ષણિક લાયકાત) ધરાવતા હોય તેવા ઉમેદવારોને નિમણુક પત્રો આપવામાં આવેલ છે,શામગહાન ખાતે સંચાલકની ભરતીમાં આર્થિક રીતે નબળા ઉમેદવાર કે જે વિધવા માતાના સંતાન છે જેમનો BPL સ્કોર – ૧૧ હોવા છતાં, નિમણુંક પામેલ ઉમેદવાર પાસે ઘંટી, ટ્રેક્ટર, કરીયાણાની દુકાન હોય આર્થિક રીતે સક્ષમ હોવા છતાં અને મેરીટ ( શૈક્ષણિક લાયકાત ) પણ નિમણુંક પત્રો આપવામાં આવેલ ઉમેદવાર ની અન્ય ઉમેદવાર કરતાં નીચું હોવા છતાં પણ નિમણુંક પત્ર આપવામાં આવેલ છે, સરકારશ્રીના ધારાધોરણો મુજબ ભરતી કરવામાં આવેલ નથી,શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની મેરીટ અને ધારા ધોરણો ના આધારે પસંદગી કરવામાં આવેલ નથી.આ ભરતી બાબતે ગંભીર ગેર રીતિ થયેલાની રજુઆતો તેમજ ગેરરીતિ બાબતો ધ્યાનમાં આવેલ હોય તાત્કાલિક ધોરણે ડાંગ જિલ્લામાં ઉપરોક્ત આપવામાં આવેલ નિમણુંક પત્રો રદ કરી, ઉક્ત ભરતી બાબતે ફેર ચકાસણી કરી ડાંગ જિલ્લામાં સંચાલક, રસોઈયા, અને મદદનીશોની ભરતીમાં લાયક અને પાત્રતા ધરાવતા ઉમેદવારોને નિમણુંક આપવા કાર્યવાહી કરી ગેર રીતિ કરનારાઓને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.તેમજ આ અંગે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ એ આવેદનપત્ર પાઠવીને કાર્યવાહીની માંગ કરી છે..



