શહેરા તાલુકાના મંગલીયાણા ગામના ગુમ થયેલા ૨૧ વર્ષીય યુવાનનો મૃતદેહ થર્મલના પડાલ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળ્યો

શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા તાલુકાના મંગલીયાણા ગામના પગી ફળીયામાં રહેતો ૨૧ વર્ષીય પિયુષ પગી નામનો યુવાન નવરાત્રિના પ્રથમ દિવસે ગરબા રમવા જવ છું તેમ કહીને તેના કાકાની બાઈક લઈને તેના ઘરેથી નીકળ્યો હતો,ત્યારબાદ પિયુષ મોડીરાત સુધી પરત ઘરે ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા,જેને લઈને તેની શોધખોળ હાથ ધરતા પિયુષ ન મળી આવ્યો ન હતો,ત્યારે શુક્રવારના રોજ ગોધરા તાલુકાના કબીરપુર કાબરીયા પાસેથી પસાર થતી નર્મદા કેનાલના ગેટ પાસે યુવકની બાઈક મળી આવી હતી,જેની જાણ થતાં પરિવારજનો નર્મદા કેનાલ પાસે દોડી આવ્યા હતા અને યુવાને કેનાલમાં ઝંપલાવ્યું હોવાની શક્યતાને લઈ સ્થાનિક તરવૈયાની મદદથી નર્મદા કેનાલમાં યુવાનની શોધખોળ આરંભાઈ હતી,જોકે યુવાનનો કોઈ પત્તો લાગ્યો નહતો.આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી,ત્યારબાદ શનિવારની સવારે થર્મલના પડાલ ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક મૃતદેહ તરતો જોવા મળતા તે મૃતદેહ મંગલીયાણા ગામના ગુમ થયેલા યુવાન પિયુષ પગીનો હોવાનું સામે આવ્યું હતું,ત્યારબાદ સ્થાનિકોએ યુવાનના મૃતદેહને નર્મદા કેનાલમાંથી બહાર કાઢી તેના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા આવ્યા હતા,જ્યાં પિયુષને મૃત હાલતમાં જોતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.





