આણંદ રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપ અને NDA ના સાથી પક્ષો ના નિવેદન પર કોંગ્રેસ લાલધૂમ

આણંદ રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપ અને NDA ના સાથી પક્ષો ના નિવેદન પર કોંગ્રેસ લાલધૂમ
તાહિર મેમણ -આણંદ – 20/09/2024 – આણંદ રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપ અને NDA ના સાથી પક્ષો ના નિવેદન પર કોંગ્રેસ લાલધૂમ
ભાજપના કેટલાક નેતાઓ અને તેમના સહયોગીઓ દ્વારા છેલ્લાં થોડાક દિવસો દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉપર કરેલી ટીપ્પણી તેમજ બફાટના વિરોધમાં આજરોજ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી ફરીયાદ નોંધવાની માંગ ઉચ્ચારી છે.
આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, બીજેપી નેતા તરવિન્દર સિંહ મારવાહ એ તારીખ 11-9-24 ના રોજ, ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે “રાહુલ ગાંધી બાઝ આજા, નહીં તો આને વાલે ટાઈમ મેં તેરા ભી વહી હાલ હોગા જો તેરી દાદી કા હુઆ”. આ ઉપરાંત મહારાષ્ટ્રના ધારાસભ્ય સંજય ગાયકવાડ (શિંદે સેના – મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી) એ જે કોઈ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ ઈનામ આપીશ તેવી જાહેરમાં જાહેરાત કરી હતી. જ્યારે, રેલ્વે રાજ્ય મંત્રી રવનીત બિહુએ તારીખ 15-9-24 ના રોજ, મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ‘દેશનો નંબર વન આતંકવાદી’ કહ્યો હતો. બિહુએ હિંસા ભડકાવવા અને શાંતિ ભંગ કરવાના ઉદ્દેશ્ય સાથે ગાંધી વિરુદ્ધ જાહેરમાં નફરત અને આક્રોશ ભડકાવવા માટે જાણી જોઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદનનો ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો. એ જ રીતે, તારીખ 16-9-24 ના રોજ ભાજપના નેતા અને યુપીના મંત્રી રઘુરાજ સિંહે પણ જાહેરમાં કહ્યું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી ‘ભારતના નંબર વન આતંકવાદી છે.
આ ઘટનાઓ દ્વારા, ભાજપ અને તેના સાથી પક્ષોના નેતાઓ, વિપક્ષના નેતાની સલામતી અને સુરક્ષાને જોખમમાં નાખવાનો ઈરાદો ધરાવે છે, તેમજ સમગ્ર દેશમાં જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે, ખાસ કરીને કેટલાક રાજ્યમાં ચાલી રહેલી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અપકૃત્ય કરી રહેલ છે. આ નેતાઓના સહયોગીઓ દ્વારા, સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ગુનાહિત નિવેદનો ફેલાવ્યા હતા તેમજ જાણી જોઈને ઉશ્કેરણી પેદા થાય તેવું કામ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આથી, આ નેતાઓ અને તેમના સહયોગીઓ વિરૂદ્ધ BNS એક્ટ 2023 ની કલમ 351, 352, 353, 61 હેઠળ તાત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધવામાં આવે તેવી માંગ છે.




