GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર વિધાનસભા 26 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પાટીદાર સમાજ અગ્રણી ઉધોગપતિ દિનેશ પટેલ ઉપર કરી છે પસંદગી

સીજે ચાવડા સામે દિનેશ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી ના મેદાનમાં ઉતરી શકે છે

વિજાપુર વિધાનસભા 26 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પાટીદાર સમાજ અગ્રણી ઉધોગપતિ દિનેશ પટેલ ઉપર કરી છે પસંદગી
સીજે ચાવડા સામે દિનેશ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી ના મેદાનમાં ઉતરી શકે છે
વિજાપુર તા
વિજાપુર તાલુકાના 27 કાંઠા વિસ્તાર માંથી મૂળ કોંગ્રેસ ના જૂના કાર્યકર એવા દિનેશભાઈ તુલસીભાઈ પટેલ ઉપર પસંદગીની મહોર મારી હોવાનું સામે આવતા કોંગ્રેસના જુના અને નવા કાર્યકરો માં ઉત્સાહ ઉભો થવા પામ્યો છે.દિનેશભાઈ પટેલના પિતા તુલસીભાઈ પટેલએ ગંગારામ રાવલ ,આત્મારામ પટેલ (કાકા) જે વખતે કોંગ્રેસમાં હતા તે વખતે જોડાઈ પક્ષને સેવાઓ આપી છે તેમજ દિનેશભાઈ પટેલ પણ વર્ષોથી નિઃસ્વાર્થ ભાવે કોંગ્રેસ સાથે શંકળાયલ રહીને પક્ષ પાસે કોઈપણ અપેક્ષા વગર કાર્યરત રહ્યા છે કોંગ્રેસને ભૂતકાળ માં પણ ઉમેદવારો ને મદદરૂપ રહ્યા છે. આ વખતે પણ કોંગ્રેસ માંથી કુલ 16 લોકોએ ઉમેદવાર માટે દાવો કર્યો હતો જેમાં બે ક્ષત્રિય સમાજના અગ્રણી ઓ છે એક રબારી સમાજ ના અગ્રણી તેમજ 13 જેટલા પાટીદાર સમાજના અગ્રણીઓએ ચૂંટણી લડવા દાવો કર્યો હતો જેને લઇને યોગ્ય ઉમેદવાર નક્કી કરવા માટે તાલુકા કોંગ્રેસ સમિતિ એ દરેક દાવેદારો ને રોટરી કલબ માં એકમંચ ઉપર ભેગા કરી ચૂંટણી કોને લડવી જોઈએ તેની ઉપર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો જેમાં એકબીજા એ ચૂંટણી માં ઉમેદવાર ને જીતાડવા માટે એકબીજા એ સંમતિ આપતા દિનેશભાઈ તુલસી ભાઈ પટેલ ફુદેડાવાળા ઉપર પસંદગી કરી કોંગ્રેસ મોવડી મંડળ ને જાણ કરી હતી. જોકે કોંગ્રેસ દ્વારા તમામ દાવેદારો ના લીધેલા નિર્ણય થી નિષ્પ્રાય બનેલી કોંગ્રેસ માં ફરી પ્રાણ ફૂંકાયા હતા જેને લઈ કોંગ્રેસ જુના નવા કાર્યકરો માં ઉત્સાહ નો વધારો જોવા મળ્યો છે.ત્યારે આ વખતે વિધાનસભા ની પેટા ચૂંટણી ભારે રસપ્રદ બનશે તેવા એંધાણ સ્થાનીક રાજકારણ માં જોવા મળશે તે નક્કી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!