GUJARATLUNAWADAMAHISAGAR

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પહોંચી.

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પહોંચી.

રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર

બગદાણામાં કોળી યુવક પર હુમલા અંગે અમિત ચાવડાના પ્રહાર:

 

ગુંડાઓ સરકાર, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ તથા પ્રશાસનથી પણ નથી ડરતા

 

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે મહીસાગર જિલ્લામાં પહોંચી હતી. આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના અગ્રણી નેતાઓ જોડાયા હતા. યાત્રા દરમિયાન મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

 

સૌપ્રથમ, આ યાત્રા બાલાસિનોર તાલુકાના જમિયતપુરા ડમ્પિંગ સાઈટ ખાતે પહોંચી હતી. અહીં સ્થાનિક લોકોએ ડમ્પિંગ સાઈટના કારણે થતા દૂષિત પાણીની સમસ્યા અંગે અમિત ચાવડા સહિતના નેતાઓને રજૂઆત કરી હતી.

ત્યારબાદ, યાત્રા બાલાસિનોર શહેર થઈ દેવ ચોકડી અને વિરણીયા ચોકડી પહોંચી હતી. ત્યાંથી લુણાવાડા શહેરમાં પ્રવેશતા, મુખ્ય હાઈવે ચાર રસ્તા ખાતે જન આક્રોશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ યાત્રામાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, અમદાવાદ ના પૂર્વ ધારાસભ્ય, યાસુદ્દીન શેખ, સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય ગેંદાલ ડામોર, મહીસાગર કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ સહિત પાર્ટીના હોદ્દેદારો, પૂર્વ પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા લોકો જોડાયા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ લુણાવાડા શહેરના ચાર રસ્તા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ યાત્રા હાટડીયા બજાર થઈ ફુવારા ચોક પહોંચી, જ્યાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. માંડવી બજાર થઈ વાસિયા દરવાજા આંબેડકર ચોક ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ જનસભા યોજાઈ હતી. આ જનસભામાં કોંગ્રેસી નેતાઓએ મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે વાત કરી હતી.

આ યાત્રા દરમિયાન, બગદાણામાં કોળી સમાજના યુવક પર થયેલા હુમલા મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “આ ભૂપેન્દ્ર પટેલ – દાદાની નહીં, પરંતુ ગુંડાઓની સરકાર છે. ગુંડાઓ લોકોના હાથપગ ભાંગે છે અને ભય વગર વીડિયો પણ ઉતારે છે.” ચાવડાએ ઉમેર્યું કે, “બગદાણાની ઘટનાથી આખા સૌરાષ્ટ્રમાં કોળી સમાજમાં રોષ છે. ગુજરાતમાં ગુંડાઓને આ સરકારનો ડર નથી રહ્યો, તેમને ગૃહમંત્રી હર્ષ સંઘવી, પોલીસ અને પ્રશાસનનો પણ ડર નથી.”

Back to top button
error: Content is protected !!