વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરેની અધ્યક્ષતા હેઠળ રાજ્ય ચૂંટણી આયોગ અને રાજ્ય ચૂંટણી આયોગનાં નોડલ અધિકારીને સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં સંભવિત ઉમેદવારોનાં જાતિ પ્રમાણપત્ર ખરાઈ બાબતે મનસ્વી એકતરફી નિર્ણય લેવામાં આવતો હોવાના આક્ષેપ સાથે વાંધા અરજી આપવામાં આવી હતી.સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં સંભવિત ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર ખરાઈ બાબતે મનસ્વી એકતરફી નિર્ણય લેવામાં આવતો હોવાના આક્ષેપ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેને લઈને કોંગ્રેસનાં નેતા સ્નેહલ ઠાકરેએ રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી અને ડાંગ જિલ્લાના નિવાસી અધિક કલેકટરને આ અંગેની વાંધા અરજી કરી હતી.ત્યારે આ વાંધા અરજીમાં જણાવ્યા અનુસાર,ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના સ્નેહલ ઠાકરેને તારીખ 22/11/2024નાં રોજ એક્ પત્ર મળેલ હતો. જેમા રાજ્ય ચૂંટણી આયોગ મારફત ડાંગ જિલ્લાનાં નિવાસી અધિક કલેકટર અને રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારીને સુચનો મળેલ છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા સંભવિત ઉમેદવારોના આદિજાતિના પ્રમાણ પત્રોનુ ખરાઇ પ્રમાણ પત્ર અગાઉથી મેળવી લેવુ,કોઇ પણ પ્રકારની ચૂંટણી હોય જેમ કે લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા, નગર પંચાયત કે ગ્રામપંચાયત હોય, મોટા ભાગની ચૂંટણીમા સંભવિત ઉમેદવારો મોટા ભાગે સમય સંજોગો અનુસાર બદલાતા રહે છે.વળી ખાસ પ્રકારના કિસ્સામાં પણ કાર્યકરો અને લોક લાગણી મુજબ દરેક માન્ય/અમાન્ય રાજકીય પક્ષોએ આખરના સમયમાં ઉમેદવારોને પણ બદલવા પડતા હોય છે.આવા કિસ્સામાં સંભવિત ઉમેદવારોનું જાતિ પ્રમાણપત્ર અગાઉથી ખરાઈ કરી રાખવા અંગેનો નિર્ણય મુશ્કેલીઓ વધારે શકે તેમ છે.તેમજ સંવિધાનના બંધારણીય અધિકારથી મળેલ હક્ક મુજબ ચૂંટણી લડવાના અધિકારથી વંચિત પણ રહી શકે છે. કારણ કે અગમ્ય કારણોસર નક્કી કરેલ સંભવિત ઉમેદવાર ચૂંટણી લડવા સક્ષમ કે સમર્થ ન હોય તો આખરના સમયે કોઈ નવા ઉમેદવારને ચૂંટણી લડાવવા પક્ષ દ્વારા ઉભો કરવા આવે અને જ્યારે એ વ્યક્તિ પાસે જાતિ અંગેના પ્રમાણ પત્રનુ ખરાઇ કરાવેલ પ્રમાણપત્ર ન હોવાનાં કિસ્સામાં એ ઉદવાર ગેરલાયક ઠરશે જે બાબત ખરેખર ગેર વ્યાજબી અને ગેરબંધારણિય છે જેનો અમોને સખત વાંધો છે કારણ કે ઉકત બાબત બંધારણથી વિરુદ્ધ તેમજ ચુટણી લડવાના મુળભૂત અધિકારોથી વિમુખ જણાઈ રહી છે.તેમજ સરકાર આ બાબતે જે નિર્ણય લે છે તે બાબતે તમામ રાજકીય માન્ય/અમાન્ય પક્ષોના અભિપ્રાય લેવા પણ એટલા જ જરૂરી છે,જેમા ડાંગ જેવા જિલ્લા કે જ્યા લગભગ 98 % આદિવાસી વસ્તી છે અને અનુસુચી – 5 હેઠળનો વિસ્તાર હોય જ્યા મહા મહિમ રાજ્યપાલ અને સ્થાનીક ગ્રામ સભાની પુર્વ મંજુરી આવશ્યક છે,જો રાજય ચૂંટણી આયોગ ખરેખર પારદર્શક અને પ્રમાણિક પણે ચૂંટણી કરાવવા ઈચ્છતી હોય તો આ બાબતે ફેર વિચારણા જરૂરી હોય આ બાબતે કાર્યવાહી કરવા બાબતે વાંધા અરજી આપી હતી..