ARAVALLIGUJARATMODASA

મોડાસા નગરપાલિકાની બેદરકારી સામે કોંગ્રેસનો આક્રોશ :-ડમ્પિંગ સાઇડ નો રોડ પરનો કચરો તાત્કાલિક નહીં હટાવાય તો ગાંધી ચીંધ્યા માર્ગેએ આંદોલનની ચીમકી 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા નગરપાલિકાની બેદરકારી સામે કોંગ્રેસનો આક્રોશ :-ડમ્પિંગ સાઇડ નો રોડ પરનો કચરો તાત્કાલિક નહીં હટાવાય તો ગાંધી ચીંધ્યા માર્ગેએ આંદોલનની ચીમકી

મોડાસા શહેરના બાયપાસ રોડ ઉપર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી ડમ્પિંગ સાઇડને કારણે હાલ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. બાયપાસ રસ્તા ઉપર આખો કચરો ફેલાઈ જવાથી એક તરફ શહેરના આરોગ્ય માટે જોખમી પરિસ્થિતિ ઊભી થઈ છે, તો બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે બનેલો મેરેજ હોલ છ મહિના પહેલાં ઉદ્ઘાટિત થયા છતાં કચરાના ઢગલાઓના કારણે એક દિવસ પણ ઉપયોગમાં આવી શકેલ નથી.

કચરાના ઢગલાઓ બાજુમાં આવેલી પીવાના પાણીની ટાંકી માટે સીધી ગંભીર આરોગ્યજન્ય સમસ્યાઓ ઊભી કરે છે. ઉપરાંત, સામેથી રહેણાંક વિસ્તાર તથા સરકારના ઉચ્ચ અધિકારીઓના બંગલા માત્ર ૫૦૦ મીટર અંતરે આવેલ છે. નગરપાલિકાની બેદરકારીને કારણે આ વિસ્તારના નાગરિકો તથા અધિકારીઓ દુર્ગંધ, ગંદકી અને મચ્છરોથી પીડાઈ રહ્યા છે.

આ મુદ્દે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલ, વિપક્ષના નેતા જી.આઈ. ખાલક તથા રાહુલભાઈ પટેલ , જીગરભાઈ મહેતા સહિતના આગેવાનો સાથે સ્થળ મુલાકાત કરી હતી અને મુખ્ય અધિકારીને ટેલિફોનિક તેમજ લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી બે દિવસની અંદર નગરપાલિકા દ્વારા કચરાના ઢગલાઓ હટાવી યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો કોંગ્રેસ પક્ષ ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે.નગરજનોના આરોગ્ય અને જાહેર હિતને અતિ જોખમમાં મૂકે એવી નગરપાલિકાની બેદરકારી સામે કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. પ્રજાની સુરક્ષા અને આરોગ્ય માટે જરૂરી હોય તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.

Back to top button
error: Content is protected !!