
તા.૨૩.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Singvad:સિંગવડ તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતી કામગીરીમાં થતા ભ્રષ્ટાચાર ની નિષ્પક્ષ તપાસ માટે કોંગ્રેસની રજુઆત
સિંગવડ તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રમસુભાઈ હઠીલાના નેતૃત્વમાં સિંગવડ તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત કરાઈ યુવા નેતા જયેશ સંગડાએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા મછેલાઈ ગ્રામ પંચાયય ખોટા જોબ કાર્ડ બનાવી ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની વાત બહાર છે જેની તપાસ ચાલુ છે તેવામાં સિંગવડ તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ માં થયેલ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાની શંકા છે જેમાં ભૂતખેડી ગ્રામ પંચાયતના રહીશ માલ નરેશભાઈ ધીરાભાઈ ના નામે ચેકડેમ મંજુર થયેલ હતો અને જેના નાણાં તા.૦૭.૦૭.૨૦૨૪ ના રોજ જમા થયેલ હતા.પણ આ લાભાર્થી ને એક પણ રૂપિયો મળેલ નથી. જ્યારે આ લાભાર્થી દ્વારા તપાસ કરતા .વ્રજવાસી ટ્રેડર્સ ના માલિક દ્વારા ધમકી આપેલ હતી કે જે થાય એ કરી લેજે પૈસા મળશે નહીં આ રીતે ભૂતખેડી ગામ ઘણા બધા કામો કાગળ ઉપર થયેલ છે આ સિવાય દાસા ગામના એક લાભાર્થી સાથે પણ મનરેગા યોજના હેઠળ કૂવો મંજુર કરવા બાબતે છેતરપિંડી થયેલ હોવાની વાત બહાર આવેલ છે ભૂતખેડી ના સ્થાનિક ભોગ બનનાર નાગરિક નરેશભાઈ માલએ જણાવ્યુંકે આવા ૩૦ થી વધુ કામો અમારા ગામમાં કાગળ ઉપર કરવામાં આવ્યા છે સમગ્ર સિંગવડ તાલુકામાં છેલ્લા બે વર્ષ દરમિયાન થયેલ કામગીરી ની સ્થળ તપાસ કરી જેતે કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા આવે અન્યથા કોંગ્રેસ સ્થાનિક લાભાર્થીઓ સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે





