BHARAT BHOGAYATANovember 14, 2024Last Updated: November 14, 2024
5 1 minute read
*જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સમિતીની બેઠક યોજાઈ*
*યુવાઓને વિદ્યાર્થીકાળથી જ કારકિર્દીલક્ષી માર્ગદર્શન મળી રહે તે અંગે બેઠકમાં ચર્ચા કરાઈ*
જામનગર
જામનગર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં યુવાઓને વિદ્યાર્થીકાળથી જ કારકિર્દીલક્ષી માર્ગદર્શન મળી રહે તે અંગે ઉપસ્થિત સમિતિના સભ્યો દ્વારા ચર્ચા કરાઈ હતી. તેમજ શાળાઓમાં કેરિયર કોર્નેરની સુવિધાઓ ઉભી કરવા, વોકેશનલ કોર્ષ વિષે શાળાના વિદ્યાર્થીઓને અવગત કરવા, સંરક્ષણદળ અને સરકારી ભરતીની તૈયારીઓ વિશે શાળાઓના બાળકોને સેમીનાર દ્વારા માર્ગદર્શન આપવા, નિવાસી તાલીમમાં જોડાવા માટે વિદ્યાર્થીઓને અવગત કરવા તથા વ્યવસાયિક માર્ગદર્શન માટે કરવાની થતી કામગીરી અંગે જિલ્લા રોજગાર અધિકારી સુશ્રી સરોજબેન સાંડપા દ્વારા ઉપસ્થિત સમિતીના સભ્યોને માહિતી પુરી પડાઈ હતી. સાથે સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી જામનગર દ્વારા કરવામાં આવતી રોજગારલક્ષી કામગીરીનો અહેવાલ પણ બેઠકમાં રજુ કરાયો હતો.
000000