DAHODGUJARAT

ફતેપુરા તાલુકાની મૉડલ સ્કૂલ વાંગડ ખાતે નહેરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા ફતેપુરા તાલુકામાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી

તા.૨૭.૧૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Fatepura:ફતેપુરા તાલુકાની મૉડલ સ્કૂલ વાંગડ ખાતે નહેરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા ફતેપુરા તાલુકામાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી

ફતેપુરા તાલુકાની મૉડલ સ્કૂલ વાંગડ ખાતે નેહરુ યુવા કેન્દ્રના યુવા વિકાસ અધિકારી વિઠ્ઠલ સાહેબ શ્રી તેમજ પરમાર સાહેબના માર્ગદર્શન મુજબ ૨૬ નવેમ્બર એટલે કે રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી સૌપ્રથમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા યોગ કોઓર્ડીનેટર ધુળાભાઈ પારગી દ્વારા બંધારણ વિશે માહિતી આપવામાં આવી જેમાં બંધારણ એટલે શું બંધારણ ઘડવાની શરૂઆત  તા.૯.૧૨.૧૯૪૬ ના રોજ થઈ બંધારણ ઘડતા ૨ વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસનો સમય લાગ્યો ૧૬૬ વાર મીટીંગો મળી તા.૨૬.૧૧.૧૯૪૯ ના દિવસે ૨૮૪ સભ્યોની સહી સાથે બંધારણનો સ્વીકાર થયો તા.૨૬.૧૧.૧૯૫૦ ના દિવસે બંધારણનો અમલ થયો મૂળ બંધારણ અંગ્રેજી અને હિન્દી બે ભાષાઓમાં લખેલું છે મૂળ બંધારણ ૧૬ ઈંચ પોળો ૨૨ ઇંચ લાંબુ છે બંધારણ ઘડવાનો ખર્ચ અંદાજિત ૬૪ લાખ રૂપિયા થયો બંધારણ ની શરૂઆત આમુખથી થાય છે તેના મુખ્ય પેજ પર રાષ્ટ્રમુદ્રા ની નિશાની છે રાષ્ટ્રીય નારો જય હિન્દ છે રાષ્ટ્રીય વાક્ય સત્યમેવ જયતે છે જેવી બાબતોની જાણકારી આપવામાં આવી અને ત્યારબાદ આમુખનું વાંચન કરવામાં આવ્યું તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પર નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું ધો -૧૨ નાં વિધાર્થી ભાઇ બહેનો એ ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લીધો અને પ્રથમ દ્વિતીય અને ત્રીજો નંબર મેળવનાર વિધાર્થી ઓ ને ઇનામ આપવામાં આવ્યું જેમાં ઉપસ્થિત નહેરુ યુવા કેન્દ્ર દાહોદ નાં ફતેપુરા બ્લોક નાં NYV આશાબેન મછાર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં જિલ્લા યોગ કો ઓર્ડીનેટર ધુળાભાઈ પારગી, સ્કૂલ નાં પ્રિન્સીપાલ સંદીપકુમાર ત્રિવેદી, ખાંટ સાહેબ, સ્કૂલના શિક્ષક સાહેબો શિક્ષિકા બહેનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનો એ ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ વિધાર્થી ઓને બોલપેન, પેજ, બિસ્કીટ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તથા રેલીનું પણ કાઢવામાં આવી હતી.આ રીતે ૭૫ માં બંધારણ દિવસની ઉજવણી શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી

Back to top button
error: Content is protected !!