
વિજાપુર પિલવાઇ ઊતર પૂર્વ ગુજરાત ઉચ્ચ કેળવણી મંડળ ના મંત્રી એડવોકેટ પ્રવીણભાઈ વ્યાસ નુ લાંબી માંદગી બાદ નિધન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઇ ગામના અને ઉત્તર-પૂર્વ ગુજરાત ઉચ્ચ કેળવણી મંડળ, મંત્રી પ્રવિણભાઈ વ્યાસનું તા 2/9/2025 ના રોજ લાંબી માંદગી બાદ નિધન થયેલ છે. તેઓ સન 1991 માં તેઓ યુવાન વયે મંડળના સેક્રેટરી તરીકે જોડાઈને તેઓએ મંડળ તથા મંડળ સંચાલિત સંસ્થાઓની પ્રગતિમાં અવિરત અને અવિસ્મરણીય ફાળો આપ્યો હતો. તેઓની વહીવટી સૂઝ અને પ્રશ્નોનું નિરાકરણ કરવાની આવડત કાબિલેદાદ હતી. મંડળના મંત્રી તરીકેની 34 વર્ષની દીર્ઘકાલીન સેવાઓ દરમિયાન આવેલ ચડતી-પડતી અને વિષમ પરિસ્થિતિમાં તેઓએ પોતાની સૂઝથી સંસ્થાના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. તેઓએ મંડળને આર્થિક સધ્ધર બનાવવા મહત્વનો ફાળો આપ્યો હતો. તેમના નિધનથી ઉત્તર-પૂર્વ ગુજરાત ઉચ્ચ કેળવણી મંડળમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. મંડળના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપક મંડળના સદસ્યો, ત્રણેય સંસ્થાના વડાઓ તથા તમામ કર્મચારીઓ કર્મઠ મંત્રી સ્વ પ્રવીણભાઈ વ્યાસને શ્રદ્ધાંજલિ અર્પી હતી .તથા તેમના આત્માને શાંતિ મળે અને તેમના કુટુંબજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરવા માં આવી હતી.




