
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા પોલીસ લાઈન હેડ ક્વાર્ટર ખાતે નવીન શિવ મંદિરના નિર્માણનું ખાતમુહૂર્ત SP ના હસ્તે કરાયું
મોડાસા પોલીસ લાઈન હેડ ક્વાર્ટર ખાતે નવીન શિવ મંદિરના નિર્માણનું ખાતમુહૂર્ત SP ના હસ્તે કરાયું હતું.પોલીસ લાઇન હેડ કવાર્ટર ખાતે ભગવાન શિવના નવીન મંદિર બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ૧૧ જુલાઈના રોજ હેડ ક્વાટર ખાતે શિવ મંદિર ના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલ ખાસે ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે નવીન મંદિર નું ખાતમુહૂર્ત કરાયું હતું.આ પ્રસંગે પોલિસના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત પોલિસ પરિવારજનો જોડાયા હતા.





