ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ રોગચાળા પર નિયંત્રણ : શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ગત વર્ષ કરતાં 50 ટકાનો ઘટાડો

આણંદ રોગચાળા પર નિયંત્રણ : શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ગત વર્ષ કરતાં 50 ટકાનો ઘટાડો

 

 

 

 

 

 

તાહિર મેમણ – આંનદ -02/01/2026 – કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે મનપાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરશ્રી ડૉ. રાજેશ પટેલના સઘન માર્ગદર્શન અને દેખરેખ હેઠળ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગચાળાના નિયંત્રણ માટે વર્ષ ૨૦૨૫ દરમિયાન અસરકારક કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીના પરિણામે, વર્ષ ૨૦૨૪ની સરખામણીમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અર્બન મેલેરિયા સ્કીમ (UMS) ની ટીમો અને અન્ય આરોગ્ય કેન્દ્રોએ વિદ્યાનગર, આણંદ સિટી, કરમસદ, બાકરોલ, મોગરી, જીટોડીયા, લાંભવેલ તથા ગામડી વિસ્તારોમાં સંયુક્ત કામગીરી કરીને આ સિદ્ધિ મેળવી છે.

 

શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો , સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશનો અને બાંધકામ સાઇટો સહિત2500 થી વધુ સ્થળોએ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન ડેન્ગ્યુના135 કેસ નોંધાયા હતા, જે વર્ષ 2025 માં ઘટીને માત્ર 70 કેસ થઈ ગયા છે. તેવી જ રીતે, મેલેરિયાના કેસો 17 થી ઘટીને6 ઉપર અને ચિકનગુનિયાના કેસો 7 થી ઘટીને6 ઉપર આવ્યા છે.

Back to top button
error: Content is protected !!