MORBI:મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા રખડતા ઢોર પકડી ગૌશાળામાં મુકાયા.
MORBI:મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા રખડતા ઢોર પકડી ગૌશાળામાં મુકાયા.
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ૦૬ મે થી ૧૨ મે ૨૦૨૫ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ ૯૦ રખડતા ઢોર પકડી ગૌશાળામાં મોકલ્યા હતા. જે પૈકી ૧૦ ઢોર માલિક પાસેથી રૂ. ૪૧,૦૦૦/- વસૂલ કરીને ઢોર છોડવામાં આવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા સાપ્તાહિક ઝુંબેશ અનુસંધાને તા.૬ મે થી ૧૨ મે દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી હેઠળ મહાનગરપાલિકા દ્વારા દિવસ તેમજ રાત્રિના સમયે માધાપર, આસ્વાદ પાન, નટરાજ ફાટક, વર્ધમાન નગર, રામકૃષ્ણ સોસાયટી, વેજીટેબલ રોડ, શુભ ટાવર, સરદારબાગ, રવાપર રોડ, ચકીયા હનુમાન, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સર્કિટ હાઉસ, ગેંડા સર્કલ, વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, રામચોક, જુના બસ સ્ટેન્ડ, શનાળા મેઇન રોડ, નવા બસ સ્ટેન્ડ, લાતી પ્લોટ શેરી નં.૧, અયોધ્યાપુરી રોડ, ગાંધી ચોક, સોમનાથ સોસાયટી, પંચાસર રોડ, બાપા સીતારામ ચોક, રવાપર ચોકડી, કેપીટલ માર્કેટ જેવા વિસ્તારોમાંથી કુલ ૯૦ રખડતા ઢોર પકડી આજુબાજુની ગૌશાળાઓમાં મુકવામાં આવ્યા હતા. પકડાયેલ ઢોર પૈકી ૧૦ ઢોર તેમના માલિકોએ સંપર્ક કરી, મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત વહીવટી ચાર્જ રકમ રૂ. ૪૧,૦૦૦/- ભર્યા બાદ ઢોરને છોડવામાં આવ્યા હતા.