JETPURRAJKOT

રાજકોટના માલિયાસણ ગામ ખાતે”સુજલામ સુફલામ્ જળ અભિયાન – ૨૦૨૩”નો શુભારંભસુ

તા.૧૭ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જલામ સુફલામ્ અભિયાન”માં લોકભાગીદારી સાથે જોડાઈ ગામને જળ સંપદાથી સમૃદ્ધ બનાવીએ, સાંસદશ્રી રામભાઈ મોકરિયા

રાજ્યસભાના સાંસદશ્રી રામભાઈ મોકરિયાના હસ્તે રાજકોટના માલીયાસણ ગામે શાસ્ત્રોક્ત વિધિ સાથે રાજયવ્યાપી “સુજલામ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૩”નો શુભારંભ થયો હતો.

આ પ્રસંગે સાંસદશ્રી રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, “જળ એ જ જીવન છે, ત્યારે સરકારના “સુજલામ સુફલામ્ જળ અભિયાન”માં પૂરા મનથી જોડાઈને જળ સંચયનું કામ કરવાનો જે મોકો મળ્યો છે તેને વધાવી લેવો જોઈએ. જળ અભિયાનથી તળાવો તો ઊંડા થશે, સાથો-સાથ ખેડુતોને ફળદ્રુપ માટીનો પણ લાભ મળશે. તેથી લોકભાગીદારી સાથે જળસંચયનું કામ કરીને માલિયાસણ ગામને જળ સંપદાના વિપુલ સ્ત્રોતથી સમુદ્ધ બનાવીએ.

પાણીનો યોગ્ય વપરાશ કરવાનું સૂચન કરતાં શ્રી રામભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, પાણી એ કુદરતે આપેલો અમૂલ્ય પ્રસાદ છે, જેનો બિનજરૂરી વેડફાટ ન કરવો જોઈએ. ટપક સિંચાઇ પદ્ધતિ તથા રાજયસરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ આધુનિક ખેતપધ્ધતિઓથી ખેતી કરવી જોઇએ.

આ વેળાએ ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, “સુજલામ સુફલામ અભિયાન” અંતર્ગત ચેકડેમો ઊંડા થશે, તો તેનો સીધો લાભ ખેડૂતોને થશે અને ખેડૂતોની આર્થિક હાલત સુધરતાં ગામ પણ સદ્ધર બનશે. આથી, ખેડૂતોએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગામના વિકાસ માટે કામ કરવું જોઇએ.

કાર્યક્રમની શરૂઆત આમંત્રિતોના હસ્તે દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રચવનમાં આજના કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં માલિયાસણ ગામના સરપંચશ્રી ભાવનાબેન, ઉપસરપંચશ્રી વિશાલભાઈ ભૂત,પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રી ધીમંતકુમાર વ્યાસ, અગ્રણીઓ સર્વશ્રી નરોત્તમભાઈ પરમાર, વલ્લભભાઈ મકવાણા, પ્રકાશભાઈ કાકડીયા, મનીષભાઈ ચાંગેલા, મનસુખ રામાણી સહિત સ્થાનિક આગેવાનશ્રીઓ, ગ્રામજનો, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ અને કાર્યક્રમનું સંચાલન શ્રી મનિષભાઈ જોશીએ કર્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!