શ્રી એલ.વી નગરશેઠ હાઇસ્કૂલ સમૌમોટા માં દીક્ષાંત સમારોહ અને છાત્ર સન્માન કાર્યક્રમ યોજાયો

21 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સદર શાળામાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ નો પ્રારંભ દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થના અને સ્વાગત ગીત થી કરવામાં આવ્યો હતો.જેમાં સમૌમોટા કેળવણી મંડળના પ્રમુખશ્રી પી.વી રાજગોર સાહેબ અને ટ્રસ્ટીશ્રીઓ તથા ગામના સરપંચશ્રી તથા સમારોહના અધ્યક્ષ તરીકે શ્રી જલિયાણ ફાઉન્ડેશન ડીસાના પ્રમુખશ્રી તથા સંસ્કાર મંડળ ડીસા ના ટ્રસ્ટી શ્રીહિતેશભાઈ પૂજારા તથા ગામના આગેવાનો, વાલીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો.શાળાના પ્રધાનાચાર્યશ્રી નટુભાઈ જોશીએ શાબ્દિક સ્વાગત અને પરિચય કરાવી વિદ્યાર્થીઓ ને શુભકામનાઓ પાઠવી ત્યારબાદ સમૌ મોટા કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રી અમૃતભાઈ દવે પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું,ત્યારબાદ સમારંભના અધ્યક્ષશ્રી હિતેશભાઈ પુજારાએ પણ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદાય લેતા વિદ્યાર્થીઓ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ ધોરણ 11 ની જીનલ જોષી એ વિદાય લેતા વિદ્યાર્થીઓ પ્રત્યેની સ્નેહ વ્યક્ત કર્યો હતો અને ધોરણ 12 ની જયાબા જાદવ એ પણ પોતાના અનુભવો અને શાળાની યાદો વહેંચી જેના કારણે કાર્યક્રમ ભાવુક બન્યો હતો.ત્યારબાદ વર્ષ 2024/25 માં ધોરણ 10 અને ધોરણ 12 માં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પ્રાપ્ત કરનાર નો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને છેલ્લે શાળાના તમામ વિદ્યાર્થીઓને તથા તમામ સ્ટાફગણ તેમજ દાતાશ્રીઓ ને શાળાના શિક્ષિકા શ્રીમતી ચંદ્રિકાબેન પટેલ તરફ થી ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને યાદગાર રહ્યો. કાર્યક્રમનું સફળ આયોજન શાળા પરિવારના સંયુક્ત પ્રયાસથી શક્ય બન્યું.







