
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – સરકારી બી.એડ્.કોલેજ, મેઘરજ ખાતે દીક્ષાંત સમારંભ યોજાયો
તારીખ : 04/04/2026 ને શનિવાર ના રોજ સરકારી બી.એડ્.કોલેજ, મેઘરજ ખાતે દીક્ષાંત સમારંભ ખૂબ જ ભાવપૂર્વક અને ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં કોલેજના પ્રશિક્ષણાર્થી વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને નોન ટીચિંગ સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પ્રશિક્ષણાર્થી વિદ્યાર્થીઓએ પોતાના બે વર્ષના અભ્યાસકાળ દરમિયાન મેળવેલા અનુભવોને યાદ કર્યા અને કોલેજ સાથે જોડાયેલી મીઠી યાદોને વ્યક્ત કરી. ખાસ કરીને વાગોડીયા પ્રશિક્ષણ દરમિયાન મળેલા પ્રાયોગિક અનુભવ અંગે વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા અને તે સમયને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો
પ્રશિક્ષણાર્થીઓએ પોતાના અભ્યાસકાળ દરમિયાન પ્રાધ્યાપકો દ્વારા મળેલા માર્ગદર્શન અને સહકાર માટે આભાર વ્યક્ત કર્યો.કાર્યક્રમ દરમિયાન ભાવુક વાતાવરણ સર્જાયું હતું, જેમાં પ્રશિક્ષણાર્થીઓએ કોલેજ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી.આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો. રામભાઈ ચોચા તથા સ્ટાફ સભ્યોએ પ્રશિક્ષણાર્થીઓને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા. આચાર્ય એ પોતાના સંબોધનમાં પ્રશિક્ષણાર્થીઓને શિક્ષક તરીકે સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની પ્રેરણા આપી.કાર્યક્રમના અંતે સ્વરુચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ સહભાગી બની આનંદ અનુભવ્યો. અંતે સૌએ મીઠી યાદો સાથે એકબીજાને વિદાય આપી અને સમારંભ નું આયોજન કો ઓર્ડીનેટર સાગર મહેતા તથા ડૉ. દિગ્વિજય મકવાણા એ સફળતાપૂર્વક કર્યું હતું.





