અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકા પંચાયતના ગ્રામસેવક લાભાર્થીઓ પાસેથી લાંચને મામલે લાંચિયો કર્મચારી જેલ હવાલે થયો,તપાસ સાબરકાઠા એસીબી ને સોપાઇ :- કોર્ટ એ રિમાન્ડ ના મંજુર કર્યા
મેઘરજ તાલુકા પંચાયતના ગ્રામસેવક (ગ્રામવિકાસ) એ પી.એમ.એ.વાય આવાસ યોજના અંતર્ગત મકાનનો બીજો હપ્તો કાઢી આપી ચાર લાભાર્થીઓ પાસેથી રૂ.૬૦ હજારની ગ્રામસેવકે માગણી કરતાં લાભાર્થીએ પોતાના ઘરે ગ્રામસેવકને રૂ.૫૨ હજારની લાંચ આપતાં એસીબીએ ગ્રામસેવકને લાંચ લેતાં રંગે હાથ જડપી પાડ્યો હતો જે ઘટનાની તપાસ સાબરકાઠા એસીબીને સોપાઇ છે મેઘરજ તાલુકા પંચાયત કચેરીના ગ્રામસેવક પટેલ નરેશભાઇ શંકરભાઇ મેઘરજના કુણોલ ગામે પી.એમ.એ.વાય આવાસ યોજના અંતર્ગત ચાર આવાસો ના લાભાર્થીઓ પાસે આવાસ ના બીજા હપ્તા પેટે રૂ.૬૦ હજારની લાંચની માગણી કરતાં ચારે લાભાર્થીઓએ એસીબી નો સંપર્ક કરતાં ગ્રામસેવક નરેશ પટેલ લાંચની રકમ રૂ.૫૨ હજાર લાભાર્થી પાસેથી લેતાં એસીબીએ રંગેહાથ નરેશ પટેલને જડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની તપાસ સાબરકાઠા એસીબીને સોપાતાં પોલીસે આરોપીની પુછપરછ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી મોડાસા ખાતેની કોર્ટમાં રજુકરી ત્રણ દિવસના રીમાન્ડ માગ્યા હતા કોર્ટે રીમાન્ડ ના મંજુર કરતાં આરોપીને સબજેલમાં મોકલી અપાયો હતો
આવાસના નામે હપ્તા માટે કેટલાય કર્મચારીઓ તોડ પાણી કરતા હોય છે જેને લઇ આવાસનો સંપૂર્ણ લાભ લાભાર્થીઓ ને મળી રહેતો નથી. બીજી બાજુ આવાસના નામે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કેટલાય કર્મચારીઓ એ જે આવસને લગતા કામો કરે છે તે લોકો પણ મસમોટી કિંમત લઇ ચુક્યા હોવાની પણ વાતો હવે વહેતી થઇ છે ત્યારે લાંચ લેતા ઝડપાયેલા કર્મચારી ને લઇ હવે અવનવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે