
નરેશપરમાર. કરજણ,

કરજણ ના કણભા ગામે નિર્માણ થઈ રહેલ આંગણવાડીની દીવાલોમાં તિરાડો પડતા ભ્રસ્ટાચારની બૂમ
ખાનગી કંપનીના સ્ટેટ સીએસઆર ફંડમાંથી હલકી ગુણવત્તાવાળી આંગણવાડીની કામગીરી કણભાના ગ્રામજનો દ્વારા અટકાવી દેવામાં આવી હતી
કરજણ તાલુકાના કણભા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં ખાડાવાળી જગ્યામાં જ હાલમાં આંગણવાડીનું કામ ચાલતું હતું. જેમાં બીમ કોલમ ભર્યા વગર જ આંગણવાડીની દીવાલોની કામગીરી ચાલતી હતી. પરંતુ એક સાથે ત્રણ દીવાલોમાં તિરાડો પડી હતી અને દીવાલો ફાટી ગઈ હતી. જેને લઈને ગ્રામજનો દ્વારા આંગણવાડીની કામગીરીને અટકાવી દેવામાં આવી હતી. આ બાબતે માર્ગ મકાન વિભાગમાં તપાસ કરતા તેઓએ જણાવેલ છે કે કઈ ગ્રાન્ટમાંથી બને છે અને કઈ એજન્સી બનાવે છે એ બાબતે અમારી પાસે કોઈ માહિતી નથી. જ્યારે આઈસીડીએસ વિભાગમાં તપાસ કરાવતાં જાણવા મળેલ છે કે કોઈ ખાનગી કંપની દ્વારા કંપનીના સ્ટેટ સીએસઆર ફંડમાંથી આંગણવાડીની કામગીરી ડાયરેક્ટ કરવામાં આવી રહી છે. આમ સ્થાનિક તંત્રની જાણ બહાર ખાનગી કંપનીના ફંડમાંથી હલકી કક્ષાની અને તકલાદી કામગીરીને લઈને ગ્રામજનો દ્વારા આંગણવાડીની કામગીરી અટકાવી દેવામાં આવી છે.




