CHHOTA UDAIPURGUJARATNASAVADI
નસવાડી તાલુકાના લિન્ડા ગામે આર.સી.સી રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર

મૂકેશ પરમાર,નસવાડી
નસવાડી તાલુકામાં લિન્ડા જૂથ ગ્રામ પંચાયત આવેલી છે અને ગ્રામ પંચાયત દ્વારા 15 માં નાણાંપંચ યોજનામાં લિન્ડા ગામે મોટા ફળિયામાં આર સી સી રોડનું કામ ચાલી રહ્યું છે જ્યારે આર સી સી રોડના કામમાં નિયમ મુજબ રેતી,કપચી અને સિમેન્ટનો માલ વાપરવાનો હોય છે પરંતુ ગ્રામ પંચાયતનાં સત્તાધીશો દ્વારા ,રેતી,સિમેન્ટ અને નદીનું ગ્રેવલ વાપરી આર સી સી ની કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામમાં સિમેન્ટ ઓછો વાપરી હલકી ગુણવત્તા વાળું કામ કરવામાં આવી રહ્યું હતું જેની જાણ ગામની મહિલાઓને થતાં મહિલાઓ સ્થળ ઉપર ભેગી થઈ હતી સમગ્ર હકીકત બહાર પાડી હતી આદિવાસી વિસ્તારમાં વિકાસ નાં કામો કરવા માટે સરકાર લાખો રૂપિયા આપે છે પરંતુ આવી હલકી કક્ષાની કામગીરી કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે જ્યારે તાલુકા પંચાયતના અધિકારીઓને આવી કામગીરી ઉપર નજર રાખવાની હોય છે પરંતુ અધિકારીઓ કામગીરી ઉપર ધ્યાન આપતા નથી અને ઓફિસમાં બેઠા બેઠા જ વહીવટ કરી દે છે વહેલી તકે આવા કામોની તપાસ અધિકારીઓ કરે તે જરૂરી બન્યું છે.





