દેવગઢ બારીયા ના રૂપારેલ ગામ માં માટી મેટલ રોડ નો ભ્રષ્ટાચાર
તા.૦૬.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De. Bariya : દેવગઢ બારીયા ના રૂપારેલ ગામ માં માટી મેટલ રોડ નો ભ્રષ્ટાચાર
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામની અંદર માટી મેટલ રોડ ની અંદર મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે પટેલ ફળિયા થી સ્મશાન સુધી જે માટી મેટલ રોડનું કામ કરવામાં આવેલ છે તેમાં સદંતર ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે પટેલ ફળિયાથી સ્મશાન સુધી માટી મેટલના ના ચાર રસ્તા બોલે છે જેમાં થી એક પણ રોડનું કામ કરેલ નથી એક પણ કાકરી નાખેલ નથી રૂપારેલ ગામના લોકોને સ્મશાને જતા બહુ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે જે તે સર્વે નંબરની અંદર માટી મેટલ રોડ બોલાડવામાં આવેલ છે તે મૂળ માલિકને ખબર નથી એની જાણ બહાર માટી મેટલ રોડનું કામ બોલાડવામાં આવેલ છે પરંતુ એ થયેલ નથી એ પણ ઓન પેપર પર બોલે છે ત્યાં એક પણ કાકરી નાખેલ નથી જેતે પૂર્વે કે રનિંગ સરપંચ દ્વારા માટી મેટલ રોડ નું કામ કરેલ છે તેની મૂળ માલિકને એટલે કે સર્વે નંબરના માલિકને ખબર ન હોવાને કારણે ત્યાં ખેતી થયેલ હોય સ્મશાન યાત્રા જે તે ખેતરની અંદર થઈને જઈ રહી હોય તો એ ખેતીનો વર્ષોવર્ષ બહુ મોટા પાયે બગાડ થઈ રહેલ હોય છે તો એના કારણે જે તે સર્વે નંબરના મૂળ માલિક પણ બહુ જ દુઃખી છે તો સરકાર દ્વારા અગાઉ ભ્રષ્ટાચારના અનુસંધાને દાહોદ જિલ્લાની અંદર તપાસની ટીમ મૂકવામાં આવી હતી એ ટીમ કઈ રીતે અને ગામ ની અંદર ક્યાં ક્યાં તપાસ કરી તેની ગામ લોકોને કંઈ પણ જાણ નથી તો આ તપાસ માટી મેટલ રોડનો ભ્રષ્ટાચાર હોવા છતાં અત્યાર સુધી ભ્રષ્ટાચાર તપાસની ટીમ દ્વારા ઉગાડો નથી પાડવામાં આવ્યો તો કઈ રીતના અને કેવી રીતે તપાસ કરી એનો પણ એક સવાલ બને છે એના અનુસંધાને રૂપારેલ ગ્રામ પંચાયતના ગામ લોકોની એક જ માંગ છે કે ફરી રૂપારેલ ગ્રામ પંચાયતની અંદર માટી મેટલ રોડની સચોટ તપાસ થાય અને જે તે ભ્રષ્ટાચારી છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવી ગામ લોકોની માંગ છે જો સરકાર દ્વારા આ માટી મેટલ રોડની સચોટ તપાસ કે કાયદેસરની કાર્યવાહી ના થાય તો વિધાનસભાની અંદર અલગ થી આ ભ્રષ્ટાચારનો મુદ્દો ભાજપ ની વિપક્ષ પાર્ટી ના નેતા દ્વારા મૂકવામાં આવશે અને લેખિતમાં દેશના માનનીય વડાપ્રધાનશ્રી સુધી જાણ કરવામાં આવશે…