GUJARAT
સિનોર પંથકમાં કપાસ કાળો પડતા કપાસની આવકમાં ઘટાડો થતાં જગતનો તાત ચિંતિત બન્યો
ફૈઝ ખત્રી... શિનોર શિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ખેતી પર નિર્ભર છે.ખેતી પાક ઉપર નિર્ભર જગત ના તાત ગણાતા ખેડૂત ને ચાલુ વર્ષે કુદરત જાણે રિસાઈ હોય એમ લાગી રહ્યું છે. પહેલા વરસાદ ના કારણે મુખ્ય પાક ગણાતા કપાસ દિવેલા સહિત નાં તૈયાર પાકો બળી ગયા હતા. વાત કરીએ તો શિનોર તાલુકાના સાધલી,સુરાસામળ,મીઢોળ, દીવેર,રાણાપુર, અવાખલ માલપુર સેગવા સહિત નાં કેટલાક ગામોમાં કપાસ કાળો પડતા આવક માં ઘટાડો થતાં જગત નો તાત ચિંતિત બન્યો છે. શિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો મુખ્ય કપાસની ખેતી કરે છે તે ખેતી પાક નિષ્ફળ જતા કપાસને ચાલુ વર્ષે ખેતી ખેડૂતો દ્વારા ચોમાસા પહેલા ઓરવીને કપાસની વાવણી કરવામાં આવી હતી પરંતુ કુદરત રુઠતા ચોમાસામાં 4 માસ અવિરત ભારે વરસાદ ના કારણે ખેડૂતોના કપાસમાં ખૂબ મોટું નુકસાન થવા પામ્યું હતું માંડ માંડ દવા ખાતર નાખી કપાસ ઉગાડીને મોટો કર્યો હતો ત્યાં હાલમાં મીલીબગ વાઈટ ફ્લાય અને ગેરવો ને લઈ કપાસ કાળો પડી રહ્યો છે જેને લઇ કપાસના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ દવા ખાતર અને મજૂરી માં ભાવ વધારાને લઈ ખેડૂતોને કપાસમાં વળતર ઓછું મળી રહ્યું છે અને ઉત્પાદ માં ઘટાડો થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે .ખેડૂતો માટે એક તરફ ખાય અને બીજી તરફ ખાડા જેવી સ્થિતિનું હાલ નિર્માણ થવા પામ્યું છે ત્યારે cci માં કપાસના 7400 ના ભાવ આવે છે તે ખેડૂતોને પરવળતા નથી તો સરકાર દ્વારા ખેડૂતોને સારા ભાવ મળે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે..




